Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત:બેટી રામપર ગામે ટેન્કરની ટક્કરે ઈકો કારનો કૂરચો, ટ્રકે પલટી મારી; ચારનાં મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન

    10 hours ago

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભારત પેટ્રોલિયમના ટેન્કર, ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારના કૂરચો બોલી ગયો હતો. જ્યારે ટ્રક રોડ ઉપર પલટી મારી ગયો હતો. આ ઉપરાંત ભારત પેટ્રોલિયમના ટેન્કરના કેબિનનો બુકડો વળી ગયો હતો. ઘટનાના જે દૃશ્યો સામે આવ્યા તે કંપારી છોડાવી દે તેવા છે. મહિલાઓ અને બાળકોની ચીસાચીસ અને હૈયાફાટ રૂદન અકસ્માત બાદ હાઈવે પર જાણે કાળો કેર વર્તાયો હોય તેમ ઈકો કારમાંથી કચડાયેલી હાલતમાં મૃતદેહો બહાર પડ્યા હતા. ઘટનાસ્થળે મહિલાઓ અને બાળકોની ચીસાચીસ અને હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. અકસ્માત સર્જાતા હાઈવે પર જતા અન્ય વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા પાંચ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની ગંભીરતાને જોતા કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવામાં આવ્યા હતા અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં કરી ભારે ટ્રાફિક જામ હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકોના નામ ઈજાગ્રસ્તોના નામ
    Click here to Read More
    Previous Article
    'ઇશીમા'એ જોડિયા દીકરાઓની પહેલી ઝલક દેખાડી:દિવ્યાંકા ત્રિપાઠીએ લખ્યું, 'મને પસંદ કરવા બદલ આભાર'; લગ્નના 10 વર્ષ બાદ માતા બની
    Next Article
    વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે 4 મહિના બંધ:ચોમાસામાં વન્યજીવોના સંવનનકાળને લીધે આગામી 15 ઓક્ટોબર સુધી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment