Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માથે 4 સિસ્ટમ સક્રિય:આજે સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં આગાહી, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે

    2 days ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં સૌથી વધુ વલસાડના દરમપુરમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત, નવસારી, ડાંગના ચાર તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યના મહત્તમ તાપમાનમાં 1°C વધારો નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસ અનુસાર, રાજ્યમાં અત્યારે 4 સિસ્ટમ સક્રિય છે. પરંતુ સિસ્ટમની એક્ટિવિટિ ઓછી હોવાથી હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે સામાન્ય કરતા 1 ટકો ઓછો વરસાદ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 23.11 ઇંચ વરસાદ નોંધાયો અમદાવાદમાં આજે વાદળછાયું આકાશ રહેવાની સાથે એકથી બે વખત વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2.5 મિમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 587 મિમી મોસમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 74.9 મિમી વધુ છે. તાપમાનમાં 1°C વધારો, કંડલા સૌથી ગરમ તાપમાનની વાત કરીએ તો ગઈકાલે કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાત ક્ષેત્રમાં તાપમાનનો પારો ઉછળતો જોવા મળ્યો છે. 16 ઓગસ્ટે 33.4°C તાપમાન ધરાવતા કંડલામાં 17 ઓગસ્ટે 0.6°Cનો વધારો થઈને 34°C નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટ 34.4°C સાથે સમગ્ર રાજ્યનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું. આ ઉપરાંત ભૂજમાં 1.4°C (31.6°Cથી વધીને 33°C), ડીસામાં 1.8°C (30.2°Cથી વધીને 32°C), વડોદરામાં 0.8°C (31.2°Cથી વધીને 32°C), અમદાવાદમાં 0.1°C (31.9°Cથી વધીને 32°C) અને દ્વારકામાં 0.2°C (30°Cથી વધીને 30.2°C)નો વધારો નોંધાયો હતો. દમણમાં પારો ગગડ્યો, સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર બીજી તરફ, દમણમાં 2.2°Cનો સૌથી ઘટાડો (31.4°Cથી ઘટીને 29.2°C) થતાં દમણ રાજ્યનું સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર બન્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાન ગગડ્યું હતું, જેમાં સુરતમાં 0.9°C (30.2°Cથી ઘટીને 29.3°C), દીવમાં 1.3°C (30.8°Cથી ઘટીને 29.5°C), અમરેલીમાં 1.4°C (31.3°Cથી ઘટીને 29.9°C) અને વેરાવળમાં 0.8°C (30.4°Cથી ઘટીને 29.6°C)નો ઘટાડો જોવા મળ્યો હતો. ગાંધીનગર (32.6°C), સુરેન્દ્રનગર (32.3°C), અને ભાવનગર (32.7°C)માં 0.2°Cથી 0.5°C સુધીનો મામૂલી ઘટાડો નોંધાયો હતો, જ્યારે નલિયા (32.5°C) અને ઓખા (31.8°C)માં તાપમાન બિલકુલ સ્થિર રહ્યું હતું. સક્રિય સિંસ્ટમ અને વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના મધ્ય ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂરમાં શહીદના પરિવારે સન્માન લેવાનો ઇનકાર કર્યો:પલવલમાં મૂર્તિના ₹1.90 લાખના બિલ અટવાયા; અનાવરણમાં ધારાસભ્ય-પ્રશાસન પહોંચ્યા નહીં
    Next Article
    11 હજાર વિદ્યાસહાયક ભરતીમાં OBCને 27% અનામત આપવાની માગ:ઉમેદવારોની ચાર મુખ્ય માગણી, જિલ્લા રોસ્ટર જાહેર કરવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment