Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ સંબંધની શંકામાં પત્નીની નજર સામે સાળાની ઘાતકી હત્યા:વલસાડમાં પતિ સહિત બે નરાધમોએ વાંસના ફટકા મારી જીવ લીધો

    1 week ago

    વલસાડ શહેરમાં શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વહેમના કારણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખાયો છે. પત્ની અને તેના પિતરાઈ ભાઈ વચ્ચે આડા સંબંધ હોવાની શંકા રાખીને, ક્રૂર પતિએ પોતાના મિત્ર સાથે મળીને પત્નીની નજર સામે જ સાળાને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ચકચારી ઘટના ધરમપુર ચોકડી પાસે આવેલી હોસ્પિટલની સામેના ખુલ્લા મેદાનમાં બની હતી. સમગ્ર મામલે વલસાડ સીટી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લીધા છે. ​વહેમના વંટોળે લીધો સાળાનો જીવ ​વલસાડ સીટી પોલીસના DySP એ. કે. વર્માએ આ ઘટના અંગે સત્તાવાર વિગતો આપી છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, ગત તારીખ 9મી જૂન 2026ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે ધરમપુર ચોકડી નજક આવેલી હોસ્પિટલ તરફ જવાના સર્વિસ રોડની સામે આવેલા મેદાનમાં કાચા-પાકા ઝૂંપડા પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. આરોપી પતિને તેની પત્ની અને તેના પિતરાઈ ભાઈ (સાળા) વચ્ચે ગેરકાયદેસર સંબંધ હોવાની આશંકા હતી. આ બાબતનો ખાર રાખીને પતિ અને તેના મિત્રએ ભેગા મળી સાળા પર હુમલો કરી દીધો હતો. લાકડાના ફટકા મારી અધમૂઓ કર્યો, સારવાર દરમિયાન દમ તોડ્યો ​બંને નરાધમોએ પત્નીની નજર સામે જ સાળા પર વાંસના લાકડા અને ગડદાપાટુનો બેરહેમ માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે આશરે ૨:૦૦ વાગ્યે તેણે દમ તોડ્યો હતો. યુવકના મોત સાથે જ આ કેસ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા ​ઘટનાની ગંભીરતાને જોતા વલસાડના DySP એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી, હત્યા કરનાર પતિ અને તેના સાગરીત મિત્રને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલ પોલીસ આ ગુના પાછળ અન્ય કોઈ મુખ્ય હેતુ કે કારણ છુપાયેલું છે કે નહીં, તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો: પ્રેમ સંબંધમાં આડો આવતા પતિની કરપીણ હત્યા:પત્નીએ પોતાના પ્રેમી પિતરાઈ ભાઈ સાથે મળીને મૃતદેહના ટુકડા કરી જમીનમાં દાટી દીધો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી ગામમાંથી પ્રેમ, દગો અને હત્યાની એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. સગા પિતરાઈ ભાઈ અને પત્ની વચ્ચેના પ્રેમ સંબંધમાં આડો આવતા પતિની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહના ટુકડા કરીને તેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
    Click here to Read More
    Previous Article
    શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ 23થી 25 જૂને યોજાશે:તમામ IAS, IPS અને IFS અધિકારીઓને કાર્યક્રમમાં જોડાવા સૂચના, ટ્રેનથી ફરજિયાત પ્રવાસ
    Next Article
    મહેસાણા સેશન્સ કોર્ટનો નિર્ણય:10.76 લાખના એમ.ડી. ડ્રગ્સ કેસમાં રાજસ્થાનના આરોપી મુકેશ બિશ્નોઈની જામીન અરજી નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment