Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ 23થી 25 જૂને યોજાશે:તમામ IAS, IPS અને IFS અધિકારીઓને કાર્યક્રમમાં જોડાવા સૂચના, ટ્રેનથી ફરજિયાત પ્રવાસ

    1 week ago

    રાજ્યના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 18, 19 અને 20 જૂન દરમિયાન યોજાનાર મહોત્સવ બદલીને હવે 23, 24 અને 25 જૂનના રોજ યોજાશે. આ અંગે શિક્ષણ સચિવ દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓને કાર્યક્રમમાં ફરજિયાત જોડાવાનું રહેશે નવી સૂચના અનુસાર કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ માટે પ્રાથમિક તેમજ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મુલાકાત ફરજિયાત રાખવામાં આવી છે. દરેક અધિકારીએ ઓછામાં ઓછી એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરવાનો રહેશે. IAS, IPS અને IFS અધિકારીઓને કાર્યક્રમમાં જોડાવા સૂચના રાજ્ય સરકાર દ્વારા તમામ IAS, IPS અને IFS અધિકારીઓને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સાથે સક્રિય રીતે જોડાવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને અધિકારીઓને પોતાના પ્રવાસ માટે ટ્રેનનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી સરકારી ખર્ચમાં બચત અને જાહેર પરિવહનને પ્રોત્સાહન મળી શકે. શાળા છોડેલ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના હેતુથી દર વર્ષે મહોત્સવ રાજ્ય સરકારનો આ મહોત્સવ શાળાઓમાં નવા વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રોત્સાહન આપવા, કન્યા શિક્ષણ અંગે જાગૃતિ વધારવા તેમજ શાળા છોડેલ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાના હેતુથી દર વર્ષે યોજવામાં આવે છે. તારીખોમાં ફેરફાર થતાં હવે સમગ્ર રાજ્યમાં 23થી 25 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો અને પ્રવેશ અભિયાનોનું આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આ ભવમાં મેસન ક્લબનું દેણું ચૂકવી નહીં શકું!:લોનના બહાને કોરા ચેક લખાવી ચેક બાઉન્સના કેસો કરતી મંડળીથી 50થી વધુ લોકો પરેશાન, પૂર્વ કર્મીની દુષ્કર્મની ફરિયાદમાં ડિરેક્ટર જામીન પર
    Next Article
    પ્રેમ સંબંધની શંકામાં પત્નીની નજર સામે સાળાની ઘાતકી હત્યા:વલસાડમાં પતિ સહિત બે નરાધમોએ વાંસના ફટકા મારી જીવ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment