Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા સેશન્સ કોર્ટનો નિર્ણય:10.76 લાખના એમ.ડી. ડ્રગ્સ કેસમાં રાજસ્થાનના આરોપી મુકેશ બિશ્નોઈની જામીન અરજી નામંજૂર

    1 week ago

    મહેસાણામાંથી લાખો રૂપિયાના પ્રતિબંધિત એમ.ડી. ડ્રગ્સ (MD Drugs) ના જથ્થા સાથે ઝડપાયેલા રાજસ્થાનના આરોપી મુકેશ બિશ્નોઈની નિયમિત (રેગ્યુલર) જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. નશાના આ કાળા કારોબારને સમાજ વિરોધી અને અત્યંત ગંભીર ગણાવીને કોર્ટે આરોપીને જેલના સળિયા પાછળ જ રાખવાનો આદેશ કર્યો છે. ટ્રેન મારફતે લવાતો ડ્રગ્સનો જથ્થો પોલીસે વોચ ગોઠવી ઝડપ્યો હતો આ હાઈપ્રોફાઈલ કેસની વિગત એવી છે કે, ગત 19 નવેમ્બર, 2025ના રોજ પોલીસને એક ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે, ત્રણ શખસો રાજસ્થાનના ભીનમાલથી ટ્રેન મારફતે એક વાદળી કલરની બેગમાં માદક પદાર્થનો જથ્થો છુપાવીને મહેસાણા આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મહેસાણા માલગોડાઉન રોડ પર આવેલી એક ઓફિસ આગળ રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. આરોપીઓ જેવા ત્યાં પહોંચ્યા કે પોલીસે દરોડો પાડીને ત્રણેય શખ્સોને રંગેહાથ દબોચી લીધા હતા. તપાસ દરમિયાન 11.18 લાખનો મુદ્દામાલ થયો હતો જપ્ત પોલીસ ટીમે જ્યારે ઝડપાયેલા આરોપીઓની સઘન તલાશી લીધી, ત્યારે તેમની પાસે રહેલી વાદળી બેગમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતું 10 ગ્રામ 660 મિલિગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા આ નશીલા પદાર્થની કિંમત અંદાજે રૂ.10,76,130 જેટલી થવા જાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસે રહેલા 4 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11.18 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. "ગુનો સમાજ વિરોધી અને ગંભીર છે" - સરકારી વકીલ જેલવાસ ભોગવી રહેલા રાજસ્થાનના આરોપી મુકેશ બિશ્નોઈએ મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ઉપસ્થિત સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટ સમક્ષ કડક વલણ અપનાવતા ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપી લાખો રૂપિયાના નશીલા પદાર્થ સાથે ઘટનાસ્થળેથી સીધો રંગેહાથ પકડાયો છે. વધુમાં, આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવાના હજુ બાકી છે. ડ્રગ્સનો આ કાળો કારોબાર યુવાધનને બરબાદ કરનારો અને સમાજ વિરોધી હોવાથી આરોપીને કોઈ પણ સંજોગોમાં જામીન પર મુક્ત ન કરવો જોઈએ. કોર્ટે સરકારી વકીલની આ મજબૂત દલીલો અને ગુનાની ગંભીર પ્રકૃતિને ગ્રાહ્ય રાખીને આરોપી મુકેશ બિશ્નોઈની જામીન અરજી સરેઆમ ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમ સંબંધની શંકામાં પત્નીની નજર સામે સાળાની ઘાતકી હત્યા:વલસાડમાં પતિ સહિત બે નરાધમોએ વાંસના ફટકા મારી જીવ લીધો
    Next Article
    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત:બેટી રામપર ગામ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે ટક્કર, ત્રણનાં મોત; ચાર ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment