Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણાગામ તળાવ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો:પત્ની સાથેના અનૈતિક સંબંધોની આશંકાનો લોહિયાળ અંજામ, પિતરાઈ ભાઈએ જ સગા વ્હાલાંઓ સાથે મળી રચ્યું મોતનું ષડયંત્ર

    1 week ago

    સુરત શહેરના પુણાગામ તળાવના મેઇન ગેટ પાસે બનેલી ચકચારી અને ભયાનક હત્યાની ઘટનાનો સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પુણા વિસ્તારમાં એસએમસી ગાર્ડન પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવેલી કરણ વિક્રમભાઈ વાઘેલાની લાશના ગુનામાં ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં તમામ કડીઓ જોડીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ મર્ડર પાછળ પત્ની સાથેના અનૈતિક સંબંધોની આશંકા અને કૌટુંબિક અદાવત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાંચે સઘન તપાસ હાથ ધરીને આ સમગ્ર ગુનાના મુખ્ય સૂત્રધાર અને મૃતકના પિતરાઈ ભાઈ અજીત ભરતભાઈ વાઘેલા સહિત તેના સસરા જયંતીભાઈ પરમાર, મિત્ર રાહુલ પરમાર અને વીરભાઈ વાઘેલા એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી લાશ આ ઘટનાની વિગતો મુજબ સુરતના પુણાગામ તળાવના મેઇન ગેટ પાસે ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પુણા પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઈમ બ્રાંચ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયાર અને ભારે પદાર્થો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. મરણજનારના ગળાની જમણી બાજુ, છાતીની બંને બાજુ તેમજ શરીરના વચ્ચેના ભાગે ઉપરાઉપરી પ્રાણઘાતક ઘા મારીને કરપીણ મોત નીપજાવવામાં આવ્યું હતું. આ અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ પુણા પોલીસ મથકમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી થઈ ઓળખ સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમોએ આ અંધારપટ ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી હતી. શરૂઆતમાં આ ડેડ બોડી અજાણી હતી અને મર્ડર પણ તદ્દન અનડિટેક્ટ હતું. લોકલ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે સંયુક્ત રીતે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આ હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ દરમિયાન સૌથી મોટી સફળતા એ મળી કે મૃતકની ઓળખ કરણ વિક્રમભાઈ વાઘેલા તરીકે થઈ હતી, જે મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામનો વતની હતો. મૃતકની ઓળખ થતાં જ પોલીસની તપાસની દિશા એકદમ સ્પષ્ટ બની ગઈ હતી અને તેના વતનના કનેક્શન તપાસવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પત્ની સાથે અનૈતિક સંબંધોની આશંકા અને જૂની અદાવત પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ અને તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. મરણજનાર કરણ વાઘેલા અને મુખ્ય આરોપી અજીત વાઘેલા બંને ભાવનગરના બુઢણા ગામના વતની હતા અને સંબંધમાં પિતરાઈ ભાઈઓ થતા હતા. કરણ વાઘેલાને પોતાના જ પિતરાઈ ભાઈ અજીત વાઘેલાની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની પાકી આશંકા અજીતને હતી. આ સંબંધોની આશંકા અને બાબતોને લીધે બંને વચ્ચે અગાઉ પોતાના વતનમાં પણ અવારનવાર ઉગ્ર ઝઘડાઓ અને બોલાચાલી થઈ હતી. પારિવારિક વિખવાદ અને બદનામીથી બચવા તેમજ પત્નીને કરણથી દૂર રાખવા માટે અજીત દશેક દિવસ પહેલા જ સુરત ખાતે કાપોદ્રા વિસ્તારમાં રહેતા પોતાના સસરા જયંતીભાઈ પરમારના ઘરે રહેવા માટે આવી ગયો હતો. સુરતમાં રખાયેલી વોચ અને મર્ડરનો માસ્ટરપ્લાન જોકે, અજીત સુરત આવી ગયો હોવા છતાં કરણ વાઘેલા તેની પત્નીને મળવા માટે ફરીથી ભાવનગરથી સુરત આવવા નીકળ્યો હોવાની જાણ અજીતને તેના વતનમાંથી થઈ હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે કરણ વાઘેલા સુરતના પુણાગામ તળાવના મેઇન ગેટ પાસે આવી પહોંચ્યો હતો. ત્યાંથી પસાર થતાં અજીતના મિત્ર રાહુલ પરમારે કરણને ગાર્ડન પાસે જોયો હતો. રાહુલે વિલંબ કર્યા વગર તુરંત જ પિતરાઈ ભાઈ અજીત વાઘેલાને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. આ સાંભળતા જ અજીતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે કરણનો કાંટો કાઢી નાખવા માટે તાબડતોબ પોતાના સગા-સંબંધીઓ અને મિત્રોને હથિયારો સાથે પુણા તળાવ પાસે ભેગા થવા કહી દીધું હતું. ઘાતક હથિયારો વડે કરાયો જીવલેણ હુમલો મુખ્ય આરોપી અજીત વાઘેલાના જણાવ્યા અનુસાર, તેણે તેના માસીયાઈ ભાઈ વીર વાઘેલા, સસરા જયંતીભાઈ પરમાર અને અન્ય મિત્રોને પુણા તળાવ પાસે બોલાવી લીધા હતા. બધા લોકો છરી, લાકડાના ધોકા અને લોખંડની પાઇપ જેવા પ્રાણઘાતક અને તીક્ષ્ણ હથિયારો સાથે સજ્જ થઈને એકસંપ થઈને ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. કરણ કંઈ સમજે તે પહેલા જ આ ટોળકીએ તેના પર ઘાતકી હુમલો કરી દીધો હતો. ગળા અને છાતીના ભાગે ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા અને ધોકા-પાઇપ વડે ફટકારીને તેને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. કરણનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં તમામ આરોપીઓ ત્યાંથી અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમોની જિલ્લાઓમાં રેડ અને સફળતા હત્યા ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી સુરત ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે લોકેશન ટ્રેસ કરતાં માલૂમ પડ્યું કે આરોપીઓ સુરત છોડીને વતન તરફ ભાગી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમોને તાત્કાલિક ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં રવાના કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના સહયોગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ નેટવર્કને કારણે ક્રાઈમ બ્રાંચે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામમાંથી તેમજ સુરતના કાપોદ્રા ખાતેથી ગણતરીના કલાકોમાં આ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા અને સુરત લાવીને તેમની સામે ગુનાનો ગાળિયો મજબૂત કર્યો હતો. કાયદેસરની કાર્યવાહી અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચે આ અનડીટેક્ટ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. પકડાયેલા ચારેય આરોપીઓ વિરૂદ્ધ હત્યાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની વધુ તપાસ માટે તેમને પુણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વપરાયેલા હથિયારો રિકવર કરવા અને ગુનાના અન્ય પુરાવાઓ એકત્રિત કરવા માટે પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે. પત્નીના આડા સંબંધોની આશંકા અને અદાવતમાં સગા પિતરાઈ ભાઈની હત્યાના આ કિસ્સાએ સમગ્ર સુરત અને ભાવનગર પંથકમાં ભારે ચકચારી મચાવી દીધી છે. પકડાયેલા આરોપીઓ:
    Click here to Read More
    Previous Article
    રાજકોટ અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત:બેટી રામપર ગામ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત; ચાર ઈજાગ્રસ્ત
    Next Article
    અમદાવાદ પ્લેનક્રેશની પ્રથમ વરસી:મોડાસામાં 260 મૃતકોને શ્રદ્ધાંજલિ, મોર્નિંગ વોક ગ્રુપ અને ભારત વિકાસ પરિષદે રામધૂન, મૌન પાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment