Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને આજે પણ મેચમાં તક ના મળી:ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ લીધી; વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 26/0

    20 hours ago

    ભારત વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી. જ્યારે વેસ્ટ ઇન્ડીઝે બે ફેરફાર કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 2 ઓવરમાં 26/0 છે. ટીમ તરફથી કેપ્ટન શાઈ હોપ અને જ્વેલ એન્ડ્રુ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Catch me if you can: Inside flash demonstrations by student groups against Gyanesh Kumar
    Next Article
    કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલામાં ટ્વિસ્ટ:દુબઇ પોલીસે માલદીવના બે પાઇલટને ઉઠાવ્યા, હુમલાખોર સાથે ખાસ કનેક્શન, ફ્લાયદુબઇ કાંડમાં સ્ફોટક ખુલાસો થઇ શકે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment