Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠાના ચડોતરમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:સરકારી યોજનાઓની માહિતી અને સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ

    13 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામે તા. 12 જૂન, 2026ના રોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને સેવાઓ ગ્રામજનોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નાગરિકોને સરકારી સેવાઓનો લાભ તેમના ગામ નજીક જ મળે તે હેતુસર રાજ્યભરમાં તા. 12થી 20 જૂન, 2026 દરમિયાન '12 વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' થીમ અંતર્ગત જનકલ્યાણ શિબિરો યોજાઈ રહી છે. આ શિબિરોનો મુખ્ય ઉદ્દેશ્ય જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી સરળતાથી પહોંચાડવાનો છે. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે ચડોતર પ્રાથમિક શાળાના મકાન ખાતે યોજાયેલી આ શિબિરમાં ચડોતર, ભટામલ મોટી, રણાવાસ, જુઓલ, ભટામલ નાની, રામપુરા (ક), સાંગલા, ભુતેડી, આકેડી, રાજપુર, બાદરપુરા (ભુ), દેલવાડા, મોરીયા, પારપડા, વાધણા, જોરાપુરા (ભા), મડાણા (ડાં) અને કોટડા (ભા) સહિતના ગામોના નાગરિકોએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, સામાજિક સુરક્ષા યોજનાઓ, પેન્શન સહાય યોજનાઓ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સ્થળ પર જ જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, આધાર કાર્ડ અને રેશનકાર્ડ જેવી આવશ્યક સેવાઓને લગતી કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. શિબિરમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમણે સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મેળવવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એક જ સ્થળે અનેક વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થતાં ગ્રામજનોએ આ પહેલને સારો પ્રતિસાદ આપ્યો હતો. આ શિબિર દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેનો સીધો સંપર્ક મજબૂત બન્યો છે, જે છેવાડાના માનવી સુધી વિકાસ અને કલ્યાણની યોજનાઓ પહોંચાડવાના રાજ્ય સરકારના સંકલ્પને વેગ આપે છે. શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાલિકાએ જન કલ્યાણ શિબિર યોજી:ડૉ. ગાંધી ટાઉન હોલમાં 50 લાભાર્થીને સહાય અપાઈ
    Next Article
    પૈસા ફેંકો એટલે ધો.10-12 અને કોલેજમાં પાસ થવાની ફુલ ગેરન્ટી:22 હજારથી 65 હજાર ફી, શિક્ષણમંત્રીના સોરઠમાં ચાલતા કાળા કારોબારનો ભાસ્કર સ્ટિંગમાં ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment