Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફલક વસાવાએ એશિયન ચેમ્પિયનશીપમાં પાંચમું સ્થાન મેળવ્યું:પિતા કોચ, માતા જજ, દીકરી ચેમ્પિયન: પરિવારની અનોખી સિદ્ધિ

    1 week ago

    નર્મદા જિલ્લાની કુ. ફલક વસાવાએ હોંગકોંગ, ચાઈના ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. લેવલ-૩ જીમ્નાસ્ટિક ઇન્ટરનેશનલ કોચ ડો. હિમાંશુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતું કે, કુ. ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનો અને યોગ્ય તાલીમનો અભાવ જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. વર્ષ 2024 માં એશિયન ચેમ્પિયનશીપમાં છઠ્ઠું સ્થાન મેળવ્યા બાદ તેણે વધુ મહેનત કરી, જેના પરિણામે માત્ર બે વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન સુધારીને એશિયામાં પાંચમું સ્થાન હાંસલ કર્યું. ફલકની આ સિદ્ધિ પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન છે. તેના પિતા ચંદ્રકાન્ત વસાવા ડિસ્ટ્રિક્ટ જીમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપે છે અને તેમની કાબિલિયતને કારણે 'જીમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા' દ્વારા તેમને એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, તેની માતા મિકેતાબેન વસાવાએ સપ્ટેમ્બર 2025 માં ટ્રેમ્પોલીન ઇન્ટરનેશનલ જજીંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર એકમાત્ર મહિલા બન્યા હતા અને એશિયન ટુર્નામેન્ટમાં ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા. આ પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના પ્રેરણાદાયક છે. કુ. ફલક વસાવાએ જણાવ્યું હતું કે, માતા-પિતા, કોચ ડો. હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ તે આ મુકામ સુધી પહોંચી છે. હવે તેનું આગામી લક્ષ્ય 2030 માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે. ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એ સામાન્ય જીમ્નાસ્ટિક કરતાં અલગ, અત્યંત રોમાંચક અને ઓલિમ્પિક સ્તરની સત્તાવાર રમત છે. આ રમતમાં ખેલાડીએ સ્પ્રિંગવાળા અને મજબૂત જાળીદાર બેડ (ટ્રેમ્પોલીન) પર સતત ઊંચા કુદકા મારવાના હોય છે. ટ્રેમ્પોલીનની મદદથી હવામાં ઊંચાઈ પર પહોંચી, ખેલાડીએ પોતાની ક્ષમતા, સંતુલન અને ચપળતાનો ઉપયોગ કરીને હવામાં જ પલટીઓ મારવી, શરીરને અલગ-અલગ એંગલ પર વાળવું અને અદભુત કરતબો બતાવવાના હોય છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજાઈ:મહીસાગર ફાયર વિભાગે સુરક્ષા વ્યવસ્થા ચકાસી; ઓછા સમયમાં બચાવકામગીરીની સફળ ચકાસણી
    Next Article
    સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરી નેટવર્કનો પર્દાફાશ:ચોટીલા PI-PSI સહિત 4 પોલીસ સસ્પેન્ડ, LCBમાં ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment