Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરી નેટવર્કનો પર્દાફાશ:ચોટીલા PI-PSI સહિત 4 પોલીસ સસ્પેન્ડ, LCBમાં ફેરફાર

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી નજીક કેમિકલ ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવતા કુલ 45.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ચોટીલાના PI અને PSI સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. SMCની ટીમે નાની મોલડી ગામ નજીક આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર કેમિકલ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 8,330 કિલોગ્રામ કેમિકલ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે ચુનીલાલ તુલસીરામ ગામેતી અને આશિષકુમાર યાદવની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કેમિકલ ચોરીનું નેટવર્ક ભુપતભાઈ પટગીર, હિતેશભાઈ બચુભાઈ સોલંકી અને ભગીરથ ખીચડ દ્વારા સંચાલિત થતું હોવાનું બહાર આવ્યું છે. આ માહિતીના આધારે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે. આ મામલે ચોટીલા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારી સામે આવતા રેન્જ આઈજીના આદેશથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જયદીપ સોલંકી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) જી.એન. કુલચ્છરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સાથે કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અને દિલીપભાઈ માંજરીયાને પણ સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ શરૂ કરાઈ છે. આ ઘટનાક્રમ બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)માં પણ મોટા પાયે ફેરફારો થયા છે. LCBના PI જે.જે. જાડેજાની બદલી કરીને તેમના સ્થાને ભાવેશકુમાર સિંગરેખિયાને જવાબદારી સોંપવામાં આવી છે. LCBમાં ફરજ બજાવતા PSI જાવેદખાન પઠાણની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. વધુમાં, હેડ કોન્સ્ટેબલ અસ્લમ મલેક, પ્રવીણ કોલા, યશપાલસિંહ અને અજયસિંહ સહિતના LCB કર્મચારીઓને પણ અલગ-અલગ પોલીસ મથકોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી પાર્થ પરમારે જણાવ્યું હતું કે, "SMCની કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારી સામે આવતા જરૂરી વહીવટી પગલાં લેવામાં આવ્યા છે. ચોટીલા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ LCBના સ્ટાફમાં પણ જરૂરી ફેરફારો કરાયા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે." SMCના દરોડા બાદ પોલીસ તંત્રમાં થયેલી આ કાર્યવાહી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. આગામી સમયમાં તપાસ દરમિયાન વધુ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ફલક વસાવાએ એશિયન ચેમ્પિયનશીપમાં પાંચમું સ્થાન મેળવ્યું:પિતા કોચ, માતા જજ, દીકરી ચેમ્પિયન: પરિવારની અનોખી સિદ્ધિ
    Next Article
    ગુજરાત પોલીસનું 'ડિજિટલ સુરક્ષા કવર' મજબૂત બનશે:ખાનગી CCTV કેમેરા પોલીસ નેટવર્ક સાથે જોડાશે, ડીજીપીની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment