Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમિકાના મોબાઈલમાં વીડિયોકોલ આવતા પ્રેમીએ ધારિયાના ધા મારી પતાવી દીધી:વડોદરામાં મહિલાની સળગેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો, CCTV મળ્યા

    8 hours ago

    વડોદરાના વાઘોડિયાના ગુતાલ ગામના ખેતરની ઓરડીમાંથી 26 ઓગસ્ટે મળી આવેલી મહિલાની સળગેલી લાશનો ભેદ ઉકેલાયો. પ્રેમસંબંધમાં તકરાર થતા પ્રેમીએ જ હત્યા નિપજાવી. બંને મળવા માટે ખેતરની ઓરડીમાં ભેગા થયા બાદ મહિલાના મોબાઈલ પર વીડિયો કોલ આવતા જ પ્રેમીએ પિત્તો ગુમાવી ધારિયાના ઘા મારી હત્યા નિપજાવી. પોલીસે આરોપીને ઝડપી તપાસ કરતા ભૂતકાળમાં 12 જેટલા ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું. 26 ઓગસ્ટે ગુતાલના ખેતરની ઓરડીમાંથી મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની સીમમાં જયેશ ભાલીયાના ખેતરની ઓરડીમાંથી ડાંગરના ઘાસના પૂળાની વચ્ચેથી એક મહિલાની સળગેલી લાશ મળઈ આવી. ઘટનાસ્થળેથી પર્સ, ચશ્મા અને ચંપલ પણ મળી આવ્યા. પર્સમાંથી મળી આવેલા ID પ્રૂફની તપાસ કરતા લાશ સાવલી તાલુકાના રહેવાસી લક્ષ્મીબેન રોહિતની હોવાની ઓળખ થઈ. મૃતક 25 ઓગસ્ટે નોકરીની શોધમાં નીકળ્યા બાદ પરત ન મળતા પુત્રએ ભાદરવા પોલીસમાં ગુમ નોંધ પણ કરાવી'તી. CCTVમાં બાઈક પર પુરુષ સાથે લક્ષ્મીબેન જોવા મળ્યા પોલીસને તપાસ દરમિયાન એક CCTV મળ્યા. જેમાં લક્ષ્મીબેન એક બાઈક પર પુરુષની પાછળ બેસી જતા જોવા મળ્યા. પોલીસે ઓળખ કરતા વિષ્ણુ મકવાણા હોવાનું ખૂલ્યું. વિષ્ણુની પૂછપરછ કરતા તેને જ હત્યા કર્યાની કબૂલાત આપી. મૃતક લક્ષ્મીબેન સાથે તે મંજુસર પાસે આવેલી કંપનીમાં સાથે નોકરી કરતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને વારંવાર તકરાર થતી રહેતી. લક્ષ્મીબેનના મોબાઈલમાં વીડિયોકોલ આવતા ધારિયાના ઘા મારી હત્યા કરી 25 ઓગસ્ટે બંને લોકો ગુતાલ ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં ગયા હતા. આ સમયે જ લક્ષ્મીબેનના મોબાઈલમાં અજાણી વ્યકિતનો વીડિયોકોલ આવતા વિષ્ણુ ગુસ્સે ભરાયો હતો અને ધારિયું લઈ લક્ષ્મીબેન પર તૂટી પડ્યો. હત્યા નિપજાવી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો. 26 ઓગસ્ટે પરત ઓરડી પર ગયો અને લાશને સળગાવી હત્યા કર્યા બાદ પુરાવાના નાશ કરવા માટે વિષ્ણુ 26 ઓગસ્ટે પરત ઓરડી પર ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલી લાશને ડાંગરના પૂળા સાથે સળગાવી ફરાર થઈ ગયો હતો. વિષ્ણુ મકવાણા રીઢો ગુનેગાર, નોંધાયેલા છે 12 ગુના વિષ્ણુ મકવાણા સામે ભૂતકાળમાં બોડેલી, વાઘોડિયા, કિશનવાડી, હરણી, ફતેગંજ, વાડી, જવાહરનગર, ગોત્રી, બાપોદ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુનો નોંધાઈ ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    આ તો બસ ટ્રેલર છે...પિક્ચરો તો હજુ બાકી છે!:મુન્ના ભૈયાની થપ્પડ અને KGFની ગોળીઓ!, સોશિયલ મીડિયા પર BJPનું 'મીમ વોર'; 'દિમાગી નક્સલ'થી રાજકારણ ગરમાયું
    Next Article
    'સોશિયલ મીડિયા પરનો ખુલાસો માન્ય નહીં ગણાય':સિન્ડિકેટ રિપોર્ટ બાદ હાઇકોર્ટના પૂર્વ જજ નીરજા ગુપ્તા કેસની તપાસ કરશે, કમિટી 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સોંપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment