Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજાઈ:મહીસાગર ફાયર વિભાગે સુરક્ષા વ્યવસ્થા ચકાસી; ઓછા સમયમાં બચાવકામગીરીની સફળ ચકાસણી

    1 week ago

    મહીસાગર જિલ્લા ફાયર વિભાગ દ્વારા લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલનો હેતુ હોસ્પિટલમાં આગ જેવી કટોકટીની સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા અને પ્રતિભાવની ચકાસણી કરવાનો હતો. મોકડ્રિલ દરમિયાન, લુણાવાડા જનરલ હોસ્પિટલમાં આગ લાગી હોવાનો એક કાલ્પનિક ઇમરજન્સી કોલ ફાયર વિભાગને મળ્યો હતો. આ કોલ મળતા જ સમગ્ર તંત્ર સક્રિય બન્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિયમો અનુસાર, ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ફાયર ફાઇટરોની ટીમ બે મોટા ફાયર ટેન્ડરો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલ પરિસરમાં પહોંચતાની સાથે જ ફાયર ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. આગના કારણે ફેલાયેલા ધુમાડાથી ગૂંગળામણ અનુભવતા અને બેભાન થયેલા દર્દીઓને ફાયર ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ દર્દીઓને ઘટનાસ્થળે હાજર ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હોસ્પિટલની અંદર ફસાયેલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને પણ કોઈપણ નુકસાન વિના હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં વાસ્તવિક આગ કે અન્ય હોનારત સર્જાય ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફને ઓછામાં ઓછા સમયમાં સલામત રીતે કેવી રીતે બચાવી શકાય અને ફાયર સેફ્ટી સિસ્ટમ કેટલી સજ્જ છે તે ચકાસવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં અજાણ્યા વાહનની ટક્કરે 18 વર્ષના યુવકનું મોત:હાઈવે પર અકસ્માત સર્જી ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ
    Next Article
    ફલક વસાવાએ એશિયન ચેમ્પિયનશીપમાં પાંચમું સ્થાન મેળવ્યું:પિતા કોચ, માતા જજ, દીકરી ચેમ્પિયન: પરિવારની અનોખી સિદ્ધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment