Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની મલખમ ખેલાડીઓએ ઉત્તરપ્રદેશમાં ડંકો વગાડ્યો:ઝાંસી ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા મલ્ખમ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, અંડર-18 બોયઝ, અંડર-14 ગર્લ્સ મલખમ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

    12 hours ago

    ઉત્તરપ્રદેશના ઝાંસી ખાતે તા. 27થી 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શ્રી સીતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઇન્ડિયા મલખમ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ 14 રાજ્યોની મલ્ખમ ટીમોએ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમે વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ પોતાના નામે કર્યા હતા. ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર-18 બોયઝ ટીમ અને અંડર-14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત અંડર-16 ગર્લ્સ ટીમે સિલ્વર મેડલ, જ્યારે અંડર-14 બોયઝ ટીમે કોમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વ્યક્તિગત મલખમ ચેમ્પિયનશિપમાં પણ ગુજરાતના ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. જેમાં રૂદ્ર રાજપૂતે ગોલ્ડ મેડલ, જ્યારે દેવવ્રત પંડ્યાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ ઉપરાંત સાલવી તાડકસે સિલ્વર મેડલ, જ્યારે દિયા જોષી અને દિયા રાવલે બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતની મેડલ સંખ્યામાં વધારો કર્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ કરેલા શાનદાર પ્રદર્શન બાદ વડોદરા ખાતે છાયાપુરી રેલવે સ્ટેશન પર ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓનું પરિવારજનો, રમતપ્રેમીઓ અને મલ્ખમ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મલ્ખમ એસોસિએશનના મંત્રી રાહુલ ચોક્સી તથા મલ્ખમ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સંગીતા ચોક્સીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત સ્ટેટ મલખમ એસોસિએશનના સેક્રેટરી અને કોમ્પિટિશન ડાયરેક્ટર રાહુલ ચોકસીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે 27થી 29 સપ્ટેમ્બરના રોજ તારીખ દરમિયાન શ્રી સિતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સ્ટેટની મલખમ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વિજેતા ખેલાડી દેવવ્રત પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે લોકો ઝાંસી ખાતે યોજાયેલ 'મલખમ ચેમ્પિયનશિપ ઇન્વિટેશનલ' રમવા માટે ગયા હતા. મેં અંડર-18 બોયઝ કેટેગરીમાં મલખમ રમત ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં હેંગિંગ મલખમ વિભાગમાં મારો સિલ્વર મેડલ આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ:ઊંચા વ્યાજની લાલચ આપી નાણાં રોકાવ્યા, પછી ઉપાડ બંધ થતા ગુનો નોંધાયો
    Next Article
    લાંચ માંગનાર નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ નોંધ્યો:મહેસાણામાં જમીન શરત ફેરફાર માટે ₹15 હજારની માંગ કરી હતી, ગાંધીનગર ACBના પીઆઈએ વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment