Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:ભાજપ અગ્રણીઓ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા, સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો હેતુ

    2 days ago

    મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી શરૂ થઈને સરદારબાગ થઈ શનાળા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. રેલી દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ તેમજ શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી હતી કે સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. સૌના સહકારથી જ સ્વચ્છ, સુંદર અને હરિયાળું મોરબી નિર્માણ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના કુંભાસણ ગામે જેટકો સબસ્ટેશનનો વિરોધ:ગૌચર જમીન બચાવવા કલેક્ટરને રજૂઆત, ટ્રેક્ટર રેલીની ચીમકી
    Next Article
    વાંસદા પોલીસે પોક્સો-અપહરણના આરોપીને ઝડપ્યો:એક્સ-રે ફોટોના આધારે મહારાષ્ટ્રમાંથી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment