Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના કુંભાસણ ગામે જેટકો સબસ્ટેશનનો વિરોધ:ગૌચર જમીન બચાવવા કલેક્ટરને રજૂઆત, ટ્રેક્ટર રેલીની ચીમકી

    2 days ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે જેટકો કંપનીના સબસ્ટેશન સામે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી. આ વિરોધ જેટકો કંપની દ્વારા ગામની ગૌચર જમીન પર સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું હોવાને કારણે છે. ગ્રામજનોનો મુખ્ય વાંધો ગૌચર જમીનના ઉપયોગને લઈને છે. તેઓ આ જમીનનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવા દેવા માંગતા નથી. કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆતમાં, તેમણે ગૌચરની જમીન જેટકો કંપનીને ન આપવા માટે માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ ટ્રેક્ટર રેલી યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. આ અંગે કુંભાસણ ગ્રામ પંચાયત સદસ્યે અમરતલાલ જણાવ્યું હતું કે, અમારા ગામના સરપંચએ અગાઉ જેટકો માટે કુંભાસણ ગ્રામ ચરાની જમીન જે ફાળવી છે, તે જમીન ગ્રામજનો અને ગ્રામસભામાં ગ્રામજનોએ ઠરાવ રદ કરાવ્યો છે. જે જમીન ગોચરની જમીન કુંભાસણ ગામમાં ગોચર પ્રમાણે પશુના નોંધપાત્ર છે. પશુઓ વધારે છે અને આજુબાજુના 10 ગામના ઢોર માલિકો, પશુ માલિકો એના પર નિર્ભર છે. જોકે આ અંગે માજી સરપંચ કુંભાસણ શિવાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા કુંભાસણ ગામે ગૌચરની જમીન જે છે, એ લગભગ 500 વીઘા હતી અમારી પાસે અને આજે પણ છે. આ જમીનમાંથી ચાલુ પંચાયતની બોડીએ અને સરપંચએ 300 વીઘા જેવી જમીન જેટકો (GETCO) ને ઠરાવ કરી અને આપેલી છે. જે બાબતે ગામ લોકોએ વાંધો લેતાં, પાછળથી સરપંચએ ઠરાવ રદ કર્યો છે. તો માનનીય કલેક્ટરને અમારી વિનંતી છે કે અમારું ગૌચર છે તે યથાવત પરિસ્થિતિમાં રહેવું જોઈએ. અને જો જેટકોમાં આપવામાં આવશે, તો અમારે સખત આંદોલન કરવું પડશે અને ભવિષ્યમાં એનો અમારે બધાને ભોગ ન બનવું પડે, તો માનનીય કલેક્ટર ને વિનંતી છે કે અમારી જે અરજી અને જે અમારું આવેદનપત્ર ધ્યાને રાખી અને જમીન ન ફાળવવા માટે અમારી ખાસ વિનંતી છે.
    Click here to Read More
    Previous Article
    કરજણમાં CMના હસ્તે ભૂમિપૂજન:હિટાચી એનર્જી રૂ. 2 કરોડના રોકાણ સાથે પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરી સ્થાપશે; રોજગારીની નવી તકો ખુલશે
    Next Article
    મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:ભાજપ અગ્રણીઓ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા, સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment