Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજણમાં CMના હસ્તે ભૂમિપૂજન:હિટાચી એનર્જી રૂ. 2 કરોડના રોકાણ સાથે પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરી સ્થાપશે; રોજગારીની નવી તકો ખુલશે

    2 days ago

    વડોદરા જિલ્લાના કરજણ ખાતે હિટાચી એનર્જી દ્વારા આશરે રૂ.2 કરોડના મહત્વપૂર્ણ રોકાણ સાથે સ્થાપવામાં આવનાર નવા પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના પદ પર સૌથી લાંબા અને સફળ કાર્યકાળ બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. ગુજરાત દેશનું 'એનર્જી કેપિટલ' બનશે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરજણ ખાતે નવા લાર્જ પાવર ટ્રાન્સફોર્મર પ્લાન્ટની સ્થાપના માટે કંપનીને અભિનંદન પાઠવતા વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવશે અને દેશના ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતામાં વધારો કરશે. મુખ્યમંત્રીએ આ અવસરે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટ દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટના કારણે આસપાસના વિસ્તારના એમ. એસ. એમ. ઈ. એકમો માટે પણ વિકાસના નવા દ્વાર ખુલશે. હિટાચી અને ગુજરાત વચ્ચે 60 વર્ષ જૂનો સંબંધ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'ના પરિણામે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો માટે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. હિટાચી અને ગુજરાત વચ્ચેનો સંબંધ 60 વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓનો ગુજરાત સાથેનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. ગુજરાતના મજબૂત ઔદ્યોગિક વાતાવરણ, પારદર્શક નીતિઓ અને શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થાને કારણે આજે ફોર્ચ્યુન-500માં સમાવિષ્ટ વિશ્વની મોટી કંપનીઓ માટે ગુજરાત 'સેકન્ડ હોમ' બન્યું છે. ‘કચ્છના ખાવડાના પાર્કથી ગુજરાત દેશનું 'એનર્જી કેપિટલ' બનશે’ રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ગુજરાતને 'ઇલેક્ટ્રિસિટી સરપ્લસ સ્ટેટ' તરીકે પ્રસ્થાપિત કર્યું છે. કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો 37 ગીગાવોટનો રિન્યુએબલ હાઇબ્રિડ પાર્ક પૂર્ણ થતા ગુજરાત દેશનું 'એનર્જી કેપિટલ' બની જશે. ગ્રીન ગ્રોથ અને ગ્રીન હાઇડ્રોજન જેવી નીતિઓ દ્વારા રાજ્ય સરકાર પર્યાવરણના જતન સાથે વિકાસ સાધી રહી છે. આગામી દિવસોમાં વધી રહેલી ગ્રીન એનર્જીની માંગને પહોંચી વળવા માટે મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ અનિવાર્ય છે, જેમાં હિટાચી એનર્જીની આ નવી ફેસિલિટી મહત્વની ભૂમિકા ભજવશે તેમ કહી મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા ઇકોનોમી દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. ડિજિટલ-ફર્સ્ટ ટ્રાન્સફોર્મર ફેક્ટરી, રિન્યુએબલ એનર્જીને મળશે બળ હિટાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સી. ઈ.ઓ. એન. વેણુએ ભારતની ઉર્જા ક્ષમતા વધારવા તરફનું એક મોટું પગલું ભર્યું હોવાનું ગણાવી વધુમાં જણાવ્યું હતું કે, આ નવી ફેસિલિટી એક 'ડિજિટલ-ફર્સ્ટ' ટ્રાન્સફોર્મર ફેક્ટરી હશે, જે હાઈ-એન્ડ મેન્યુફેક્ચરિંગ દ્વારા રિન્યુએબલ એનર્જીના એકીકરણને વેગ આપશે અને ભારતને ટ્રાન્સફોર્મર્સ માટેના વૈશ્વિક લોન્ચપેડ તરીકે સ્થાપિત કરશે. ગુજરાતના પ્રગતિશીલ ઇકોસિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રાજ્યની અગ્રેસર ભૂમિકાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીનું સર્જન કરશે અને સ્થાનિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવશે. કંપની આગામી 25 વર્ષો માટે ભારતની ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યે કટિબદ્ધ છે, સાથે જ શિક્ષણ અને આરોગ્ય જેવી સામાજિક જવાબદારીઓ નિભાવવાનું પણ ચાલુ રાખશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 3028 સુધીમાં એક નવી અત્યાધુનિક ફેક્ટરી કાર્યરત કરવાનું લક્ષ્યઃ બ્રુનો મેલેસ હિટાચી એનર્જીના ટ્રાન્સફોર્મર બિઝનેસના ગ્લોબલ સી. ઈ.ઓ. બ્રુનો મેલેસે ભારતના ઊર્જા ભવિષ્ય અને આગામી 25 વર્ષના ટકાઉ વિકાસને વેગ આપવા માટે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા જાહેર કરતા જણાવ્યું હતું કે, ભારતમાં 75 વર્ષથી વધુના સમૃદ્ધ વારસા સાથે, કંપની વર્ષ 3028 સુધીમાં એક નવી અત્યાધુનિક ફેક્ટરી કાર્યરત કરવાનું લક્ષ્ય રાખે છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવશે અને ટેકનોલોજીના સ્થાનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નવી સુવિધા માત્ર મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં, પરંતુ એન્જિનિયરિંગ, ઇનોવેશન અને પ્રતિભાશાળી લોકોના સહયોગથી બનેલું એક અદ્યતન ઇકોસિસ્ટમ હશે જે ભારત અને વિશ્વની સ્વચ્છ ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરશે. CSR ફંડમાંથી જમનાબાઈ હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીના હસ્તે જમનાબાઈ જનરલ હોસ્પિટલના પ્રતિનિધિને કંપનીના સી.એસ.આર. ફંડમાંથી ભેટ આપેલી એમ્બ્યુલન્સની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ અને સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરસ્વતી શિશુમંદિર શનાળાની મુલાકાત લીધી:વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું
    Next Article
    પાલનપુરના કુંભાસણ ગામે જેટકો સબસ્ટેશનનો વિરોધ:ગૌચર જમીન બચાવવા કલેક્ટરને રજૂઆત, ટ્રેક્ટર રેલીની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment