Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા પોલીસે પોક્સો-અપહરણના આરોપીને ઝડપ્યો:એક્સ-રે ફોટોના આધારે મહારાષ્ટ્રમાંથી દબોચ્યો

    2 days ago

    નવસારી જિલ્લાની વાંસદા પોલીસે પોક્સો અને અપહરણના ગુનામાં પાંચ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી માત્ર એક એક્સ-રે ફોટોગ્રાફના આધારે આરોપીને દબોચી લીધો હતો અને તેની સાથે રહેલી 15 વર્ષની સગીરાને પણ હેમખેમ મુક્ત કરાવી હતી. આ કેસ ડાંગના જામલાપાડા ગામના 21 વર્ષીય નરેશભાઈ પવાર (પરિણીત અને એક સંતાનના પિતા) સાથે સંકળાયેલો છે, જે એક સગીરાને ભગાડી ગયો હતો. આ ઘટના બાદ વાંસદા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ચાર-પાંચ મહિનાથી પોલીસની પકડથી દૂર હતો. આરોપીને પકડવા માટે વાંસદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. વી. ચાવડા અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તપાસ દરમિયાન પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહત્વપૂર્ણ કડી મળી હતી. પોલીસને આરોપીએ પોતાની સારવાર માટે કરાવેલા એક એક્સ-રેનો ફોટોગ્રાફ હાથ લાગ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા અને તેમની ટીમે આ એક્સ-રે પ્લેટનું બારીકાઈથી ટેકનિકલ વિશ્લેષણ કર્યું. તેના પર લખેલી વિગતોના આધારે ડાયગ્નોસ્ટિક સેન્ટરની ઓળખ મેળવી. ઓનલાઇન તપાસ કરતા આ સેન્ટર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પીંપળગામ વિસ્તારમાં આવેલું હોવાનું બહાર આવ્યું. વાંસદા પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિક સેન્ટરના રેકોર્ડ અને આરોપીના મોબાઈલ નંબરના આધારે ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યું. લોકેશન મળતા જ પોલીસની ટીમે નાસિકના પીંપળગામ નજીક આવેલા વસંત ગામના શેરડીના ખેતરોમાં દરોડો પાડી, ત્યાં છુપાયેલા આરોપી નરેશ પવારને ઝડપી લીધો. આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીની ચુંગાલમાંથી 15 વર્ષની સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી. સગીરાને કાઉન્સેલિંગ બાદ તેની માતાને સુપ્રત કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:ભાજપ અગ્રણીઓ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા, સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો હેતુ
    Next Article
    રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેનની માંગ:સૌરાષ્ટ્રમાં રેલવે કનેક્ટિવિટી અંગે ઉચ્ચ સ્તરીય બેઠક મળી, સાંસદોએ લાંબા અંતરની ટ્રેનો અને મુસાફરોની સુવિધાઓ માટે રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment