Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી બ્રિજ દુર્ઘટના ઉપર હાઇકોર્ટમાં સુનવણી:કહ્યું-વન ટાઇમ કન્પેનસેશન માટે સિવિલ કોર્ટમાં જવું હોય તો જાઓ, હેરિટેજ બ્રિજ રીસ્ટોર કરો

    2 days ago

    મોરબી ઝૂલતા પુલ મુદ્દે થયેલી અરજીની સુનવણી હાઇકોર્ટના ચીફ જજની બેન્ચ સમક્ષ યોજાઈ હતી. જેમાં એક પીડિત પરિવારના વ્યક્તિ દ્વારા વન ટાઇમ કન્પેનસેશન સરલા વર્માના કેસ મુજબ ચૂકવવા માગ કરી હતી. જોકે હાઇકોર્ટે આકરું વલણ દાખવ્યું હતું કે, હાઇકોર્ટે તમામ પીડિતોને વળતર અપાવ્યું છે. હાઇકોર્ટે કોર્ટમિત્રને મોકલીને તમામ પીડિતો સાથે મુલાકાત બાદ રીપોર્ટ મંગાવ્યા છે. જેના આધારે તમામને જરૂરિયાત અનુસાર વળતર એક યા બીજી રીતે ચૂકવાય છે. બાળકોના ભણતરથી લઈને તેમના લગ્ન ખર્ચ સુધીના વળતરના હુકમ કોર્ટે કર્યા છે. 'સિવિલ કોર્ટમાં જવું હોય તો તે જઇ શકે છે' ફકત રૂપિયા મેળવવાના આશયથી બીજા પીડિતોના ભોગે એક વ્યક્તિ દ્વારા વન ટાઇમ વળતર માગવામાં આવી રહ્યું છે. અરજી કરનાર વ્યક્તિ મૃતકના માતા પિતા નહીં પરંતુ તેનો ભાઈ છે, આમ અરજી પાછળનો હેતુ કોર્ટ સમજે છે. તેમ છત્તા તેને સિવિલ કોર્ટમાં જવું હોય તો તે જઇ શકે છે. બ્રિજ રિસ્ટોરેશન અંગે હાઇકોર્ટે સરકારને પ્રશ્ન કરીને કહ્યું હતું કે, ભલે બ્રિજ ના વપરાય, પરંતુ તે ઐતિહાસિક ધરોહર છે. સરકારે તેના રિસ્ટોરેશન અંગેની શક્યતાઓ ચકાસાઈ રહી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. 'હેરિટેજ બ્રીજનું કઇ રીતે રિસ્ટોરેશન કરશો એ જણાવો' ગત સુનવણીમાં પણ જેમાં હાઇકોર્ટે મોરબી બ્રીજના રિસ્ટોરેશન અંગે શું કાર્યવાહી કરવાની છે તે અંગે રાજ્ય સરકારને જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે ટકોર કરી હતી કે ગોંડલ બ્રિજના રિસ્ટોરેશન માટે તમે પ્લાન કર્યો હતો, પરંતુ મોરબી માટે કંઇ સામે આવ્યું નથી. હેરિટેજ બ્રીજનું કઇ રીતે રિસ્ટોરેશન કરશો એ જણાવો. કંપની અને સરકાર જોડેથી દંડાત્મક વળતર મેળવવા માટે અરજી બીજી તરફ પીડિતો તરફથી કહેવામાં આવ્યું હતું કે, પીડિતો તરફથી કંપની અને સરકાર જોડેથી દંડાત્મક વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીએ સોગંદનામું કર્યું છે, પરંતુ સરકારનો જવાબ સામે આવ્યો નથી. તે ઉપરાંત બ્રીજના રિસ્ટોરેશનનો મુદ્દે પણ કંઇ સામે આવ્યું નથી. 'કોઇ મુદ્દો રહેતો હોય તો તમારે સોગંદનામું કરીને કોર્ટને જણાવવું જોઇએ' આ તબક્કે હાઇકોર્ટે પીડિતોના વકીલોને કહ્યું હતું કે, સુઓમોટો અરજીમાં કોર્ટ બ્રિજના રિસ્ટોરેશનના મુદ્દે ચકાસણી ચોક્કસથી કરી શકીએ. ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે, વળતરના મામલે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. પીડિતો દર મહિને વળતર મેળવી રહ્યા છે. અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉપાડવામાં આવી રહ્યો છે. ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે. યુવતીઓ કે જેમના માતા-પિતા ન રહ્યા હોય તેમના લગ્નનો ખર્ચ પણ ઉઠાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ બધું થઇ રહ્યું છે અને જો આમાંથી કંઇ ન થઇ રહ્યું હોય અને કોઇ મુદ્દો રહેતો હોય તો તમારે સોગંદનામું કરીને કોર્ટને જણાવવું જોઇએ. 'સુઓમોટો PILમાં કોર્ટની પણ એક સીમા હોય છે' પરંતુ સુઓમોટો અરજીમાં દંડાત્મક વળતરનો મુદ્દો સમાવી શકાય કે નહીં એ મુદ્દે તમારે કાનૂની દલીલ કરવી પડશે. તમે આ મુદ્દે કંપની સમક્ષ સિવિલ દાવો દાખલ કરી શકો છો. સિવિલ કોર્ટ એ મામલે નિર્ણય લઇ શકે. કોર્ટ એવું નથી કહી રહી કે તમને થયેલા ડેમેજ માટે વળતર ના મળવું જોઇએ. પરંતુ એ એક કાનૂની મુદ્દો છે અને એ યોગ્ય ફોરમ સમક્ષ જ થઇ શકે. સુઓમોટો PILમાં કોર્ટની પણ એક સીમા હોય છે. PILની હદમાં રહીને કોર્ટ કઇ રીતે નિર્ણય લઇ શકે એ અંગે તમે કોર્ટને આસિસ્ટ કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    ઈશ્વર પરમાર સહકાર ભારતી તાલુકા પ્રમુખ બન્યા:નેશનલ યુવા સોસાયટીના મંત્રીને વધુ એક જવાબદારી
    Next Article
    શિક્ષકે ઉત્તરવહી જોયા વગર જ બધા વિદ્યાર્થીઓને સરખા ગુણ આપ્યા:અધ્યાપક સામે કાર્યવાહી કરવા કોલેજ-મંડળને નોટિસ; 30 દિવસમાં કડક કાર્યવાહી કરી રિપોર્ટ કરવા કુલપતિનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment