Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ફ્લાય ઓવર:30 ફૂટની ઊંચાઇ પર કોઇ પણ સુરક્ષા વગર કામ કરતા શ્રમિકો

    3 दिन पहले

    ગોધરામાં ટ્રાફીકની સમસ્યા અને નાના મોટા અકસ્માતોમાંથી છુટકારો અપાવવા માટે શહેરમાં 55 કરોડના ખર્ચે 1.5 કિમી લાંબો ફ્લાય ઓવર બનાવવા આવી રહ્યો છે. ટેન્ડરિંગ પ્રક્રિયામાં કામગીરી માટે કોન્ટ્રાક્ટર નક્કી થતા સરકાર જેતે એજન્સીઓ પાસે શ્રમીકોની સુરક્ષા, વેતન સહિતની કેટલીક શરતો રાખવામાં આવે છે. જે શરતો એજન્સી મંજુર રાખી કામગીરી શરૂ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય પસાર થયો તેમ છતા ચર્ચ શર્કલથી આગળ કામ વધતુ નથી. કામગીરી મંથરગતીએ ચાલતા શહેરીજનોને ફ્લાય ઓવરની સુવિદ્યા મળે તે પહેલા કામગીરી આફતરૂપ બની રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમીયાન સુરક્ષાની કોઇ કાળજી લેવામાં નથી આવી રહી. જેથી અંદાજીત 30 ફુટથી વધુ ઉચાઇ પર કામ કરતા શ્રમીકો કોઇ પણ જાતના સુરક્ષાના સાધનનો ઉપયોગ કર્યા વગર કામ કરી રહ્યા છે. વધુમાં નિર્માણાધીન ફ્લાય ઓવરની નિચેની તરફ સતત વાહન વ્યહવાર ધમધમી રહ્યો છે. તેમ છતા કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા માટે નેટ બાંધવામાં આવી નથી. ત્યારે ગોધરામાં આટલો મોટો પ્રોજેક્ટ કાર્યરત છે જ્યા શ્રમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે કે નહી તે પણ સવાલ ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શિસ્તબદ્ધ ભાજપના બે નેતાની MLAની હાજરીમાં મારામારી:સુરતમાં કાંતિ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેન ખુરશી લઈ મારવા દોડ્યા, મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ફેક્ચર
    Next Article
    7 Blasts In 20 Minutes: Video Shows Explosion In Dubai Amid Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment