Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલમાં એડમિશન કેમ ઘટ્યા:71 લાખ રૂપિયા જતા કરવા સ્ટુડન્ટ્સ તૈયાર; એક્સપર્ટે બે શોકિંગ કારણો કહ્યા, માતા-પિતાનો પણ મોહભંગ- દીકરો ડૉક્ટર નહીં બને તો ચાલશે

    13 hours ago

    ગુજરાતમાં મેડિકલ કોલેજના એડમિશનની ચર્ચા છે. ચર્ચા એટલા માટે છે કે MBBS અને ડેન્ટલમાં સીટો વધારે ખાલી રહી છે. એમ કહી શકાય કે સ્ટુડન્ટ્સે ડિપોઝીટ જતી કરી છે પણ સીટ સિલેક્ટ કરી નથી. આવા 714 સ્ટુડન્ટ્સ છે. એડમિશન કમિટિ ડિપોઝીટના 71 લાખ રૂપિયા જપ્ત કરી શકે છે. 30 સપ્ટેમ્બર સુધીમાં MBBS અને ડેન્ટલમાં એડમિશન પ્રોસેસ પૂરી થઈ જશે. મેડિકલમાં એડમિશન મળે છે છતાં સ્ટુડન્ટ્સ કેમ સ્વિકારતા નથી? એડમિશન ન સ્વિકારવાના કારણો શું? વિસ્તારથી જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1: આ વખતે મેડિકલ કોલેજોમાં સીટ કેમ ઓછી ભરાય છે? જવાબ : ગુજરાતમાં મેડિકલ એડમિશનનું ચિત્ર દર વર્ષે ધૂંધળું બનતું જાય છે. અત્યારે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ મેડિકલ કોલેજોમાં એડમિશન પ્રોસેસ પૂરી કરવાની છે. એડમિશન કમિટિ પર પ્રેશર છે. કારણ કે આ વખતે જોઈએ તેટલી સીટ ભરાઈ નથી. અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં એડમિશન પ્રોસેસના બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે. ઓનલાઈન ચોઈસ ફિલિંગ ચાલી રહ્યું છે. બીજા રાઉન્ડ પછી સ્ટુડન્ટને ફી ભરીને એડમિશન લેવા માટે 19 સપ્ટેમ્બર સુધીની ટાઈમ લાઈન આપવામાં આવી હતી. પણ ઘણાખરા સ્ટુડન્ટ્સે એડમિશન લીધું નથી. અત્યારે MBBS અને ડેન્ટલમાં જ એડમિશન પ્રોસેસ ચાલે છે. આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન પ્રોસેસને વાર છે. બે રાઉન્ડ પછી પણ MBBSમાં 442 સીટ અને ડેન્ટલમાં 272 સીટ ખાલી પડી છે. બંને મળીને 714 સીટ થાય. આ આંકડો એડમિશન માટે બહુ મોટો છે અને આટલી સીટ માત્ર અઠવાડિયામાં ભરાઈ જાય, તે સંભવ નથી. ગાંધીનગરમાં પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સની એડમિશન કમિટિના અધિકારીઓએ જણાવ્યું હતું કે જેમણે એડમિશન કન્ફર્મ કર્યું નથી, તેમણે જમા કરાવેલા અંદાજે 70 લાખ રૂપિયા જપ્ત થઈ શકે. ડિપોઝીટમાં એવું હોય છે કે જ્યારે એડમિશન પ્રોસેસ થાય ત્યારે 10 હજાર રૂપિયા સ્ટુડન્ટ દીઠ ડિપોઝીટ ભરવી પડે. પ્લસ બે હજાર એડમિશન ફી થાય. બે હજાર એડમિશન ફી પાછી મળતી નથી પણ જો કોઈ સ્ટુડન્ટ એડમિશન લે છે તો 10 હજાર રૂપિયા ડિપોઝીટ પાછી મળી જાય છે. પણ મેડિકલ (MBBS) અને ડેન્ટલ મળીને 714 સ્ટુડન્ટ્સે એડમિશન લીધું નથી એટલે એ હિસાબે 71 લાખ 40 હજાર રૂપિયા સ્ટુડન્ટ્સના ગયા સમજો. આ ડિપોઝિટ એડમિશન કમિટિ જપ્ત કરી શકે છે. પહેલા રાઉન્ડ માટે કુલ 27,168 વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કર્યું હતું. જેમાંથી 21,338 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવાઈ હતી. જોકે એલોટમેન્ટ મેળવનારામાંથી અડધાથી ઓછા એટલે માત્ર 10,072 વિદ્યાર્થીઓ જ ફી ભરીને સંસ્થાઓમાં હાજર રહી એડમિશન મેળવ્યું હતું. અહીં સવાલ એ થાય છે કે મોટાભાગના સ્ટુડન્ટ્સે એડમિશન કેમ લીધું નથી. તેનો જવાબ આપતાં સિનિયર ફિઝીશિયન અને મેડિકલ એજ્યુકેટર ડૉ. ઉમેશ ગુર્જરે કહ્યું હતું કે, 10 લાખથી ઓછી ફી હોય તેવી મેડિકલ કોલેજોમાં સીટો ભરાઈ છે. મોટાભાગની સેલ્ફ ફાયનાન્સમાં 18 લાખ કે તેનાથી વધારે ફી હોવાના કારણે સીટો ભરાઈ નથી. આની પાછળના બે કારણો છે ગુજરાતમાં ભાજપની સરકારને 3 દાયકા થઈ ગયા. છતાં સરકારી ક્વૉટામાં સીટો વધતી નથી. GMERSના નામે સરકારે પોતાની સેલ્ફ ફાયનાન્સ મોડલની કોલેજો શરૂ કરી દીધી છે. GMERSની ફી પણ સેલ્ફ ફાયનાન્સની નજીકની ફી છે. ગુજરાતમાં GMERSની 13 મેડિકલ કોલેજો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણનું ધારપુર, વલસાડ, હિંમતનગરનું હડિયોલ, જૂનાગઢ, મહેસાણાનું વડનગર, મોરબી, ગોધરા, પોરબંદર, નવસારી અને રાજપીપળા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે GMERS મેડિકલ કોલેજનો કોન્સેપ્ટ શરૂ થયો હતો. GMERSનું ફૂલફોર્મ થાય છે- ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી. સરકારે એ વખતે જોઈ લીધું કે મેડિકલ કોલેજમાં ફી એટલી ઓછી છે કે સરકારને આવક કાંઈ છે નહીં. સરકારે ગાંઠનું ગોપીચંદન કરવું પડે છે. એટલે સરકારી અને સેલ્ફ ફાયનાન્સની વચ્ચેનો રસ્તો GMERS શોધી કાઢ્યો. આ સેલ્ફ ફાયનાન્સની કોન્સેપ્ટથી ભલે ચાલે પણ તેમાં કોઈ ડીન, ઓફિસર, CEO કોઈ નથી. સીધું સરકારનું આરોગ્ય મંત્રાલય દેખરેખ રાખે છે. GMERS ગુજરાત સરકારનો કમાઉ દીકરો છે. ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં મેડિકલ અને ડેન્ટલમાં અત્યારે સ્ટુડન્ટ્સને ખેંચવાની હોડ લાગી છે. સવાલ-2: ગુજરાતમાં કોલેજ અને સીટનું ગણિત શું છે? જવાબ : ભારતની તમામ સરકારી કોલેજોમાં દેશમાંથી કોઈપણ સ્ટુડન્ટને કોઈપણ રાજ્યમાં એડમિશન મળી શકે. તેને ઓલ ઈન્ડિયા ક્વૉટા કહેવાય. પણ તેમાં એડમિશન રેશિયો 15% છે. એટલે ઓલ ઈન્ડિયા સરકારી સીટ 22,000 છે. જો ઓલ ઈન્ડિયા ક્વૉટામાં સરકારી કોલેજોમાં એડમિશન ન મળ્યું તો ગુજરાતમાં ટ્રાય કરવાની. ગુજરાતની વાત કરીએ તો MBBSમાં એડમિશન માટે કુલ 7500 સીટ છે તેમાંથી સરકારી સીટો 4,325 છે. પહેલાં 4,275 સીટ હતી. 1946માં ગુજરાતની પહેલી મેડિકલ કોલેજ બની અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ. પછી ગોકળગાય ગતિએ કેટલીક કોલેજો બની. આંગળીના વેઢે ગણીએ તો 6 કોલેજ માંડ થાય. પછી ડબલ એન્જિન સરકારે રહીરહીને નરોડામાં ESIC મેડિકલ કોલેજ બનાવી. એમાં 50 સીટ આપી. આ મુદ્દા સમજી લો… નીચેના ગ્રાફિકસથી ત્રણેય ક્વૉટાનું ફી સ્ટ્રક્ચર સમજો… આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પણ મેડિકલ કોલેજ મણિનગરમાં છે. આ ન.મો. કોલેજનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ કરે છે. નામ ભલે ટ્રસ્ટનું આપ્યું પણ તેનું ફી સ્ટ્રક્ચર સેલ્ફ ફાયનાન્સ કોલેજ જેવું જ છે. આ ન.મો.કોલેજમાં મેડિકલ (MBBS)માં ગવર્નમેન્ટ ક્વૉટામાં એક વર્ષની ફી 10 લાખ, મેનેજમેન્ટ ક્વૉટામાં 26 લાખ અને NRI ક્વૉટામાં 42,188 ડોલર ફી છે. આ તો થઈ ફી અને સીટની વાત. પણ આ વખતે સ્ટુડન્ટ્સ માટે અઘરું થઈ ગયું હાઈક્વોલિફાઈંગ માર્કનું ગતકડું. સવાલ-3: ક્વોલિફાઈંગ માર્કની ગેમમાં કેટલા સ્ટુડન્ટ ફસાયા? જવાબ : જે રીતે કોર્પોરેટ કંપનીમાં અલગ અલગ વર્ક ટાર્ગેટ હોય, માર્કેટિંગના માણસોને એવું કહેવામાં આવે કે આ વર્ષમાં 2 કરોડનો ધંધો થવો જોઈએ, તો પછીના વર્ષમાં ધંધાનો ટાર્ગેટ વધીને 5 કરોડ થઈ જાય. એવું જ ક્વોલિફાઈંગ માર્કમાં થતું આવ્યું છે. NEETમાં ક્વોલિફાઈંગ માર્ક્સ એટલે મેડિકલમાં એડમિશન મેળવવા માટે ઓછામાં ઓછા માર્ક્સ લાવવા પડે તે. એટલે જેટલા માર્ક નક્કી કરવામાં આવ્યા હોય તેટલા તો મિનિમમ લાવવા જ પડે. નીચેના ગ્રાફિકથી સમજો મેડિકલમાં ક્વોલિફાઈંગ માર્ક્સના વધતા ટાર્ગેટ.. દર વર્ષે ક્વોલિફાઈંગ માર્ક્સ કેમ બદલાય છે? કુલ 720 માર્ક્સની પરીક્ષામાંથી ક્વોલિફાઈંગ માર્ક્સનો સ્કોર દર વર્ષે અલગ-અલગ હોય છે. તેના કારણોમાં, આ ત્રણ મુદ્દાના આધારે નીટમાં ક્વોલિફાઈંગ માર્ક્સ નક્કી થતા હોય છે. ક્વોલિફાઈંગ માર્ક્સની ગેમના કારણે નીટમાં ગુજરાતમાં આ વખતે 70 હજાર સ્ટુડન્ટમાંથી માત્ર 38 હજાર ક્વોલિફાઈડ થયા. ગયા વખતની સરખામણીમાં ક્વોલિફાઈડ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 હજાર ઓછી છે. આના કારણે ઘણીવાર સ્ટુડન્ટ ડી-મોરલાઈઝ થઈ જાય છે અને રસ ઉડતો જાય છે. સવાલ-4: સ્ટુડન્ટનો મેડિકલ ફિલ્ડમાંથી રસ ઊડતો જાય છે? જવાબ : આ અંગે સિનિયર ફિઝીશિયન અને મેડિકલ એજ્યુકેટર ડૉ. ઉમેશ ગુર્જર કહે છે, આ વાતમાં અર્ધતથ્ય છે. સાવ એવું નથી કે રસ ઊડતો જાય છે. જે હોંશિયાર છે, જેમને મેડિકલ ફિલ્ડ પ્રત્યે લગાવ છે તે આ ફિલ્ડમાં આવવા માગે જ છે પણ તેમને પૈસાનો અભાવ નડી જાય છે. એવા વિદ્યાર્થીઓ, જેને ખૂબ સારા માર્ક્સ આવ્યા છે પણ મેનેજમેન્ટ ક્વૉટામાં એડમિશન લેવાના પૈસા નથી. આવા સ્ટુડન્ટ્સનો રેશિયો 50% છે. 100માંથી 50 વિદ્યાર્થી પાસ થાય તો કહે છે કે 10 લાખ રૂપિયા કે તેનાથી નીચેની ફી વાળી કોલેજમાં એડમિશન મળશે તો જ આ લાઈનમાં આગળ વધવું છે. નહીંતર કોઈ આયુર્વેદ, હોમિયોપેથી કે ડેન્ટલમાં એડમિશન લઈ લે છે. અથવા ઈન્ફ્લુએન્સર બની જાય છે. કાં તો તેના પિતા તેને નાની-મોટી દુકાન ખોલી આપે છે. આવું હું બહુ જોવું છું. ડૉ. ગુર્જર કહે છે, ગયા વર્ષ સુધી એવું હતું કે ગુજરાતમાં એડમિશન ન મળે તો સ્ટુડન્ટ્સ વિદેશ ભણવા જતા રહેતા. તેમાં પણ 80%નો ઘટાડો થયો છે. તેનું કારણ પણ પૈસાનો અભાવ છે. પૈસાનો અભાવ એટલે અત્યારે માર્કેટમાં ચાલી રહેલી ક્રાઈસીસ. ધંધા ઠપ છે. મીડલ ઈસ્ટ વોરની ઘેરી અસર છે. માર્કેટમાં રૂપિયો ફરતો અટકી ગયો છે. બધા ભલે સારીસારી વાતો કરે પણ મંદી બારણે ટકોરા મારી રહી છે અને તેની અસર આ જ એડમિશન પ્રોસેસમાં દેખાઈ રહી છે. ડો. ગુર્જર કહે છે, હું તમને નાનો દાખલો આપું. મારી પાસે કેટલાક પેશન્ટ્સ આવે છે. હું તેમને સોનોગ્રાફી કરવાની સલાહ આપું ત્યારે કહે છે કે, સોનોગ્રાફીના 1500 રૂપિયા મારી પાસે નથી. 50-100 રૂપિયાની દવા આપી દો. આ કડવી વાસ્તવિકતા છે. પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. સવાલ-5: શું સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની વિચારધારા બદલાઈ રહી છે? જવાબ : આ સવાલનો જવાબ આપતાં ડૉ. ઉમેશ ગુર્જર કહે છે, મેડિકલ ફિલ્ડની વાત કરું તો સોશિયલ મીડિયાએ 3% લોકોનું બ્રેનવોશ કર્યું છે. ડોક્ટરને માર મારવાની રોજ બે-ત્રણ નવી રીલ્સ આવે છે. NEETમાં ગોટાળો બહાર આવ્યો. 22 સ્ટુડન્ટે આપઘાત કરી લીધો. આ બધી રીલ્સ જોઈજોઈને કેટલાક સ્ટુડન્ટ મેડિકલ ફિલ્ડમાં આવતાં રીતસરના ડરે છે. સ્ટુડન્ટ્સ ડી-મોરલાઈઝ થવા લાગ્યા છે તેમાં સોશિયલ મીડિયા ખતરનાક ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું, અત્યારે એડમિશન પ્રોસેસમાં MBBS અને ડેન્ટલમાં સીટો ખાલી છે, તેવું કહેવાય રહ્યું છે, પણ સીટો ખાલી છે એવું ન કહી શકાય. વિદ્યાર્થીઓએ પૈસાના અભાવે સીટ સિલેક્ટ કરી નથી. મેં મારી 22 વર્ષની કરિયર લાઈફમાં આટલા કન્ફ્યૂઝ અને સ્ટ્રેસફૂલ સ્ટુડન્ટ અને વિચારવિહિન પેરેન્ટ્સ જોયા નથી. ડૉ. ગુર્જરે શોકિંગ વાત કરી. તેમણે કહ્યું કે, મારી પાસે મેડિકલ કોલેજમાં એડમિશનના કાઉન્સેલિંગ માટે ઘણા લોકો આવે છે. હું પેરેન્ટ્સને સમજાવું કે તમારા દીકરાને મેડિકલ ફિલ્ડમાં જવું જ છે ને સારા માર્ક્સ આવે તો તમે પૈસાની વ્યવસ્થા હોય તો સારી કોલેજમાં એડમિશન લઈ લો. ત્યારે તેના પિતા રહે છે, સાહેબ... ફી જ એટલી છે કે મારી બધી મૂડી તેમાં જતી રહે તેમ છે. જો હું દીકરાની ફી પાછળ બધા પૈસા ખર્ચી નાખીશ તો અમારા ઘડપણમાં હું શું કરીશ? એક સમય હતો કે પિતા તેના સંતાનો પાછળ આંખો બંધ કરીને પૈસા ખર્ચ કરતા. કારણ કે તેને આશા રહેતી અને ખાતરી પણ રહેતી કે ઘડપણમાં દીકરો ટેકો બની રહેશે. હવે એવું નથી. હવે જમાનો એવો છે કે પિતાને દીકરા પર પણ ભરોસો રહ્યો નથી. એટલે દીકરા પાછળ ફીના પૈસા ભરવા કરતાં પોતે પોતાના ઘડપણ માટે બચાવી રાખવા માગે છે. સમાજની બદલાતી વિચારધારાની સીધી અસર મેડિકલ કોલેજોના એડમિશનમાં દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભીખ માગતા પરિવારના દીકરાનું અપહરણ અને પોલીસની 30 કલાકની જંગ:ઓળખ છુપાવવા નાનકડા બાળકના વાળ કાપ્યા, કપડાં બદલ્યા; અંતે ભાંડો ફૂટીને જ રહ્યો
    Next Article
    મેઘરાજા ફરી ધમરોળશે ગુજરાત:આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment