Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં સરકારી પડતર જમીન પર 25 વીઘામાં ગેરકાયદે દબાણ:યુવરાજસિંહે કલેક્ટરને રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરી

    7 hours ago

    વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખાનપુર સ્થિત ગાગઠા ગામમાં સરકારી પડતર ‘ઝાડી જંગલ’ પ્રકારની જમીન પર મોટા પાયે ગેરકાયદે દબાણ અને બિનઅધિકૃત બાંધકામ થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ સમગ્ર પ્રકરણ અંગે મહીસાગર જિલ્લા કલેક્ટર સમક્ષ રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરીને ત્વરિત તપાસ અને કડક કાનૂની પગલાં ભરવાની માંગણી કરી છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, સર્વે નંબર 40/2 વાળી સરકારી જમીન પર સક્ષમ સત્તાતંત્રની કોઈ પણ પ્રકારની N.A. (બિનખેતી) મંજૂરી મેળવ્યા વિના વિશાળ કમ્પાઉન્ડ વોલ અને મોટા ગોડાઉન સહિતના પાકાં બાંધકામો ખડકી દેવાયાં છે અને આશરે 25 વીઘા જેટલી કિંમતી સરકારી જમીન પચાવી પાડવામાં આવી છે. DILR ના રિપોર્ટમાં ગેરકાયદે કબજો સાબિત છતાં તંત્ર મૌન યુવરાજસિંહે દાવો કર્યો છે કે, ખુદ DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ના સત્તાવાર માપણી અહેવાલમાં પણ આ જમીન પર બિનઅધિકૃત કબજો અને ગેરકાયદે બાંધકામ હોવાનું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે, છતાં વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ પ્રકારનું દબાણ હટાવવામાં આવ્યું નથી. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે આ સરકારી જમીન પર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સંસ્થાઓ ઊભી કરી દેવામાં આવી છે. આ સાથે આ પરિસર અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચાડીને કિંમતી સાગના વૃક્ષોનું મોટા પાયે છેદન કરવામાં આવ્યું હોવાનો દાવો કરી વન વિભાગ તેમજ મહેસૂલ વિભાગ દ્વારા તેની પણ ઝીણવટભરી તપાસ કરાવવા માંગ ઉઠાવી છે. સ્કૂલ પરિસર નજીક ફટાકડા-દારૂગોળાના ગોડાઉન અને પેટ્રોલ પંપ ગંભીર સુરક્ષા ક્ષતિઓ તરફ ધ્યાન દોરતાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની સાવ નજીકમાં જ જોખમી ફટાકડાની ફેક્ટરી, દારૂખાનાના વિશાળ ગોડાઉનો અને છૂટક દુકાનો કાર્યરત છે. આ ઉપરાંત અડીને જ પેટ્રોલ અને CNG પંપ તેમજ ક્વોરી-સ્ટોન ક્રશર પ્લાન્ટ જેવા અત્યંત પ્રદૂષણકારી અને જોખમી એકમો ધમધમી રહ્યા છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા સેંકડો નિર્દોષ વિદ્યાર્થીઓની જિંદગી અને સલામતી સામે કાયમી ગંભીર જોખમ ઊભું થયું છે. આથી આવા સંવેદનશીલ વિસ્તારમાં જોખમી દારૂખાનાના સંગ્રહ અને નિયમોના ઉલ્લંઘન સામે તાત્કાલિક સેફ્ટી ઓડિટ અને તપાસ હાથ ધરવી જરૂરી છે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી પૂર્વ MLAની સંડોવણી તપાસવા માગ આ સમગ્ર કૌભાંડ મામલે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ અને જમીન મહેસૂલ કાયદાની કડક કલમો હેઠળ વિધિવત FIR નોંધી તાત્કાલિક સરકારી જમીન ખાલી કરાવવા અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવા યુવરાજસિંહે ભારપૂર્વક માંગ કરી છે. આ પ્રકરણમાં તેમણે લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવકની પણ સીધી કે આડકતરી સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે, જોકે આક્ષેપો સંદર્ભે સામા પક્ષ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી. યુવરાજસિંહે આ મામલે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક પ્રશાસન દ્વારા તાકીદે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર મામલાને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી (PIL) મારફતે પડકારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કાલોલ વૃદ્ધાશ્રમમાં વસ્ત્રદાન અને પ્રસાદ વિતરણ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપના આગેવાનો-કાર્યકરોએ વડીલો સાથે સમય વિતાવ્યો
    Next Article
    Ambaji News |અંબાજી ભાદરવી પૂનમના મેળામાં SP પ્રશાંત સુંબેએ પરિવાર સાથે 22 કિમી પદયાત્રા કરી| Poonam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment