Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આખું ષડયંત્ર કરીને આશિષ નાયકે ભ્રષ્ટાચાર કર્યો છે':નાસીરનગર ડિમોલિશન મામલે નિંભર સુરત મનપાના અધિકારી સામે ઉધનાવાલાએ મોરચો માંડ્યો, અપ્રમાણસર મિલકતનો કેસ કરવા ચીમકી

    1 week ago

    સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા સામે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મોરચો માંડ્યો છે. સ્થાનિક સ્તરે ચાલતા એક મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે મીડિયા દ્વારા સતત અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા હોવા છતાં, મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ મૌન સાધીને બેઠા છે. સામાન્ય રીતે કાયદાનો ડર બતાવતું તંત્ર અહીં બિલ્ડર સામે લાચાર કેમ દેખાઈ રહ્યું છે?, તેવા અનેક સવાલો સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારી આશિષ નાયકની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. ‘દલાલી ખાઈને બિલ્ડરોને પ્રોટેક્શન આપી રહ્યા છે’ વિપુલ ઉધનાવાલા‌ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, આશિષ નાયક, જેને રીલ બનાવી છે, એને અહિયાં 15 દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપી છે. આજદિન સુધી એના ઉપર બાંધકામ ચાલુ છે, સંરક્ષણમાં એના આદેશથી આજે એ બિલ્ડર એને હાથે રહે છે, એની ઓફિસમાં જઈને રીલ બનાવે છે અને એને એના પ્રોટેક્શનમાં એની ભાગીદારીમાં એની દલાલી ખાઈને બિલ્ડરોને પ્રોટેક્શન આપી રહ્યા છે. કેમ ભાઈ? ગરીબોના ઘર તૂટી ગયા અને આ બિલ્ડર ગેરકાયદેસર છે તે? 'ખૂબ મોટા પ્રમાણમાં આશિષ નાયકે ભ્રષ્ટાચાર કર્યો' ઉધનાવાલાએ કહ્યું , આ આખું ષડયંત્ર કરી પૈસા અને ભ્રષ્ટાચારનો મોટો ખેલ છે અને ખૂબ મોટા પ્રમાણમાં આશિષ નાયકે ભ્રષ્ટાચાર કર્યો છે. એની ઉપર અપ્રમાણસરની મિલકતનો અમે લોકો કેસ ચલાવશું. જે રીતે તેની પાસે મિલકતો છે અને જે રીતે બિલ્ડરોને છાવરે છે, એ રીતે એને અમે છોડીશું નહીં. તેને વધુમાં કહ્યું કે, દલાલી ખાધી છે, ભ્રષ્ટાચાર કર્યો છે તેને પૈસા લીધા છે. આ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી બિલ્ડર હિતાય બિલ્ડર સુખાયના સૂત્ર મુજબ, ઉદ્યોગપતિ હિતાય ઉદ્યોગપતિ સુખાય. તેને પગારથી ઘર નથી ચાલતું, બિલ્ડરોના પૈસાથી એનું ઘર ચલાવે છે. તમે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અમે છોડીશું નહીં. નિંભર તંત્રના લીધે આજે પણ સાઈટ પર કોઈ ફરક પડ્યો નથી છેલ્લા બે દિવસથી સ્થાનિક સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર આ જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામના અહેવાલો અને વીડિયો પુરાવા સાથે પ્રસારિત થઈ રહ્યા છે. કાયદાકીય મંજૂરી વિના અને નિયમોને નેવે મૂકીને થઈ રહેલા આ બાંધકામની વિગતો સાર્વજનિક થઈ હોવા છતાં, આજે પણ સાઈટ પર કોઈ જ ફરક પડ્યો નથી. આજે વહેલી સવારથી જ સાઈટ પર મજૂરો રાબેતા મુજબ કામ કરી રહ્યા છે, કોંક્રિટ મિક્સર ચાલી રહ્યા છે અને બાંધકામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. બિલ્ડરને કોની છત્રછાયા મળી રહી છે તે તપાસનો વિષય આ પરિસ્થિતિ જોતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સંબંધિત બિલ્ડર એટલો નીડર અને વગદાર બની ગયો છે કે તેને ચોથી જાગીર ગણાતા મીડિયાના અહેવાલો કે કાયદાકીય કાર્યવાહીનો સહેજ પણ ડર રહ્યો નથી. સામાન્ય સંજોગોમાં નાની સરખી નોટિસ મળતા જ સામાન્ય માણસ ધ્રુજી ઉઠતો હોય છે, ત્યારે આ બિલ્ડરને કોની છત્રછાયા મળી રહી છે તે તપાસનો વિષય છે. SMC કેમ આંખ આડે કાન કરી રહી છે? આ સમગ્ર પ્રકરણમાં સેન્ટ્રલ ઝોનના વડા અને જવાબદાર અધિકારી આશિષ નાયકની કાર્યપદ્ધતિ સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે. મીડિયા દ્વારા પુરાવાઓ રજૂ કરાયા બાદ પણ તેમણે કેમ આંખ આડે કાન કર્યા છે? શા માટે હજુ સુધી આ ગેરકાયદેસર સાઈટ પર મનપાની ટીમ મોકલીને કામ બંધ કરાવવાની કે સીલ મારવાની તસ્દી લેવામાં આવી નથી? કોઈ મોટો આર્થિક વ્યવહાર કે રાજકીય દબાણની શંકાઓ પ્રબળ! સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનના જવાબદાર અધિકારીઓને આ અહેવાલોની પૂરેપૂરી જાણકારી છે. આમ છતાં, તેમની આ પ્રકારની નિષ્ક્રિયતા પાછળ કોઈ મોટો આર્થિક વ્યવહાર કે રાજકીય દબાણ હોવાની શંકાઓ પ્રબળ બની રહી છે. જો કોઈ અધિકારી નજર સામે થતા કાયદાના ઉલ્લંઘનને રોકી ન શકતા હોય, તો તેમની ફરજનિષ્ઠા સામે સવાલો ઉઠવો સ્વાભાવિક છે. અધિકારીઓ બિલ્ડરના કિસ્સામાં કેમ અંધ બની ગયા છે? નાસીર નગરની બિલકુલ બાજુમાં જ આ વગદાર બિલ્ડરનું ગેરકાયદેસર બાંધકામ ધમધમી રહ્યું છે, છતાં અધિકારીઓની નજર ત્યાં પડતી નથી. નાસીર નગરના ભુતીયા ડિમોલેશન વખતે જે અધિકારીઓને નિયમો યાદ આવ્યા હતા, તેઓ આ બિલ્ડરના કિસ્સામાં કેમ અંધ બની ગયા છે? આ પ્રકારનો પક્ષપાત સાબિત કરે છે કે સુરત મહાનગરપાલિકાના કાયદા માત્ર ગરીબો અને મધ્યમ વર્ગ માટે જ છે, જ્યારે મોટા બિલ્ડરો અને માલેતુજારો માટે નિયમોની કોઈ કિંમત નથી. બિલ્ડર લોબી અને અધિકારીઓ વચ્ચે શું મીલિભગત? મનપાના સેન્ટ્રલ ઝોનની આ મિલીભગત અને લાલિયાવાડી સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું સુરત શહેરમાં હવે બિલ્ડર લોબી તંત્ર કરતાં પણ વધુ શક્તિશાળી બની ગઈ છે? જો મીડિયાના અહેવાલો બાદ પણ આ બાંધકામ અટકાવવામાં નહીં આવે, તો તંત્રની વિશ્વસનીયતા સાવ તળિયે બેસી જશે. સેન્ટ્રલ ઝોનના અધિકારી સામે કાર્યવાહીની માગ હવે આ મામલે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સેન્ટ્રલ ઝોનના અધિકારી આશિષ નાયક તેમજ આ ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર સામે કડક કાયદાકીય પગલાં ભરે તેવી માગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઘોઘાના ઉખરલામાં ₹18.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વાડીની ઓરડી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા, માલિક ફરાર
    Next Article
    રાજ્યના 14,800થી વધુ વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક ટેકનોલોજીનું જ્ઞાન:GKS-Bentley Systems વચ્ચે MoU; 16 સરકારી એન્જિ. અને 31 પોલિટેકનિક કોલેજોને થશે મોટો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment