Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 14,800થી વધુ વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક ટેકનોલોજીનું જ્ઞાન:GKS-Bentley Systems વચ્ચે MoU; 16 સરકારી એન્જિ. અને 31 પોલિટેકનિક કોલેજોને થશે મોટો લાભ

    1 week ago

    ગુજરાતના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. રાજ્યમાં એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે ગુજરાત નોલેજ સોસાયટી (GKS) અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર કંપની 'બેન્ટલી સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' (Bentley Systems) વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના MoU (સમજુતી કરાર) કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક કરાર હેઠળ રાજ્યની 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજો અને 31 સરકારી પોલિટેકનિક કોલેજોના 14,800થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 300 થી વધુ અધ્યાપકોને સીધો લાભ મળશે. 65થી વધુ ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ સોફ્ટવેર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે આ ભાગીદારીનો મુખ્ય હેતુ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને વૈશ્વિક ઉદ્યોગના પ્રવર્તમાન ધોરણો અને આધુનિક ડિજિટલ ટેકનોલોજી સાથે જોડીને તેમને વધુ રોજગારલક્ષી (Industry-Ready) બનાવવાનો છે. આ કરાર હેઠળ Bentley કંપની તરફથી ઉદ્યોગ જગતમાં વપરાતા 65 થી વધુ મોંઘા અને હાઇટેક ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ સોફ્ટવેર વિદ્યાર્થીઓને કોઈપણ ચાર્જ વિના તદ્દન મફત (વિનામૂલ્યે) ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, 'Bentley Learn Platform' મારફતે વિદ્યાર્થીઓને ઘેરબેઠા સેલ્ફ-લર્નિંગ અને ડિજિટલ એજ્યુકેશનની વિશેષ સુવિધાઓ પણ એનાયત કરાશે. કરારની મુખ્ય જોગવાઈઓ અને મળનારા લાભો આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર અને ડિજિટલ બેજ મળશે, ઇન્ટર્નશિપની તક ખુલશે આ વિશેષ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને GKS અને Bentley Systems દ્વારા સંયુક્ત રીતે સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે તેમને વૈશ્વિક સ્તરે નોકરી મેળવવામાં અને ડિજિટલ બેજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે. આ સાથે જ ઉદ્યોગના સ્થાપિત નિષ્ણાતો સાથે સીધો સંવાદ, ગેસ્ટ લેક્ચર્સ, કંપનીઓમાં ઇન્ટર્નશિપ અને ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ્સ (ઔદ્યોગિક મુલાકાતો) જેવી ઉત્તમ તકો યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે. સરકારી તિજોરી પર 0 ડિગ્રી આર્થિક ભારણ, ડિજિટલ ઇન્ડિયાના વિઝનને બળ મળશે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નીતિઓ જેવી કે ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ (NEP-2020) ના વિઝનને આ નિર્ણયથી મોટો વેગ મળશે. આ પહેલથી ગુજરાતના યુવા એન્જિનિયરો સ્માર્ટ વોટર નેટવર્ક, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ જેવી ભવિષ્યની ટેકનોલોજીમાં માસ્ટર બનશે. સૌથી ખાસ વાત એ છે કે આ આખો ભવ્ય પ્રોજેક્ટ રાજ્ય સરકારની તિજોરી પર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના (શૂન્ય ખર્ચે) અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. જૂન મહિનામાં લેવાયેલો આ પ્રજાલક્ષી નિર્ણય લાંબા ગાળે ગુજરાતના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગુણવત્તા, પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવામાં માઇલસ્ટોન સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    'આખું ષડયંત્ર કરીને આશિષ નાયકે ભ્રષ્ટાચાર કર્યો છે':નાસીરનગર ડિમોલિશન મામલે નિંભર સુરત મનપાના અધિકારી સામે ઉધનાવાલાએ મોરચો માંડ્યો, અપ્રમાણસર મિલકતનો કેસ કરવા ચીમકી
    Next Article
    રાજકોટ ખાતે રેલવે ડિવિઝનની ઉચ્ચ સ્તરીય બેઠક:સૌરાષ્ટ્રના વર્ષો જૂના રેલવે પ્રશ્નો અંગે સાંસદોએ રેલવે પ્રશાસનને કરી ધારદાર રજૂઆત, રાજકોટ-હરિદ્વારની કાયમી ટ્રેનની માંગ પર વિશેષ ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment