Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ બર્ડ એટલાસનો વનમંત્રીના હસ્તે શુભારંભ:પુસ્તિકાનું વિમોચન; અર્જુન મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા 'વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામ'નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે 'જામનગર બર્ડ એટલાસ'ની પણ જાહેરાત કરાઈ હતી, અને 'A checklist of birds at Wadhwan city' નામની પુસ્તિકાનું વિમોચન પણ થયું. મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, મનુષ્ય દ્વારા કુદરતી સંપત્તિનો વધુ પડતો ઉપયોગ કરવાથી કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે, જેના કારણે અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે. પ્રકૃતિની સાંકળનો કોઈ પણ હિસ્સો તૂટશે તો તેની માઠી અસર માનવજાત પર પડશે, તેથી વન્યજીવોના વિસ્તારોનું રક્ષણ કરવું પ્રાથમિકતા હોવી જોઈએ. મંત્રીએ પર્યાવરણ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશ્વમાં સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. ભારત આજે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ દ્વારા 100થી વધુ દેશોને સૌર ઊર્જાથી જોડી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરીને વીજળીની 50% જરૂરિયાત ગ્રીન એનર્જીથી પૂરી કરવાનું લક્ષ્ય છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે, વિશ્વમાં સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે સાપ જેવા જીવોનું પર્યાવરણીય મહત્વ પણ સમજાવ્યું, જે ખેતીના પાકને ઉંદરોથી બચાવી લાખો ટન અનાજનું રક્ષણ કરે છે. 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત દરેક પરિવારે પોતાના વડીલના નામે વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. રાજ્યમાં 'વન કવચ' અને હાઈટેક નર્સરીઓ દ્વારા વનીકરણ વધારવાનું આયોજન છે. સરકારે વન વિસ્તાર જાળવી રાખવા માટે મક્કમ નીતિ અપનાવી છે. વિકાસના કામોમાં જો વન વિભાગની એક ઇંચ જમીન પણ ઓછી થાય, તો તેની સામે રેવન્યુ વિભાગ પાસેથી એટલી જ જમીન મેળવીને વન વિસ્તાર અકબંધ રાખવામાં આવે છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન વઢવાણ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. તેમણે આ પ્રકૃતિલક્ષી અભિયાન બદલ વન અને પર્યાવરણ વિભાગ, વાઇલ્ડલાઇફ અને ગુજરાત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાંપાનેરી, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, વિભાબેન ગોસ્વામી અને અગ્રણી ભવાનીસિંહ મોરી સહિત પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોર્ડ પૂરક પરીક્ષાનો બીજો દિવસ:સવારના સેશનમાં ધો-10 અને 12ના 616 વિદ્યાર્થીઓ હાજર, 382 ગેરહાજર; ચોરીનો એકપણ કેસ નહીં
    Next Article
    જુગારધામ પર પોલીસનો દરોડો:કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાંથી 7 જુગારીઓ રંગેહાથ ઝડપાયા; રૂ. 1.17 લાખની રોકડ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment