Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોર્ડ પૂરક પરીક્ષાનો બીજો દિવસ:સવારના સેશનમાં ધો-10 અને 12ના 616 વિદ્યાર્થીઓ હાજર, 382 ગેરહાજર; ચોરીનો એકપણ કેસ નહીં

    1 day ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત જૂન, 2026ની પૂરક પરીક્ષાના બીજા દિવસે સવારના સેશનમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને કડક માહોલમાં યોજાઈ હતી. સવારના સેશનમાં બંને પ્રવાહના થઈને કુલ 998 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા હાજર રહ્યા હતા, જ્યારે 382 અરજદારો ગેરહાજર નોંધાયા હતા. શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની તીક્ષ્ણ નજર હેઠળ પરીક્ષા લેવાઈ હતી. ધોરણ-10માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 335 વિદ્યાર્થીઓ ગેરહાજર આજરોજ પૂરક પરીક્ષાના બીજા દિવસે સવારના સેશનમાં ધોરણ-10 માટે 'સામાજિક વિજ્ઞાન' વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા કુલ 6 વિશેષ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. આ વિષયમાં કુલ 836 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા, જ્યારે 335 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ-12 સામાન્ય પ્રવાહ, અર્થશાસ્ત્રના પેપરમાં 115 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી બીજી તરફ, ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે સવારના સેશનમાં 'અર્થશાસ્ત્ર' (ઇકોનોમિક્સ) વિષયનું પેપર હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ 1 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. આ કેન્દ્ર પર કુલ 162 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 115 વિદ્યાર્થીઓ સમયસર હાજર રહ્યા હતા, જ્યારે 47 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી હેઠળ સંચાલન પૂરક પરીક્ષાના પ્રથમ સેશનમાં બંને પ્રવાહના થઈને કુલ 998 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 616 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી. તમામ ફાળવવામાં આવેલા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ સુરક્ષા અને સીસીટીવી દેખરેખ હેઠળ પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું હતું. બોર્ડના ઉચ્ચ સત્તાધીશોએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, રાજ્યના એક પણ પરીક્ષા કેન્દ્રમાંથી ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના, ગેરરીતિ કે ચોરીનો એક પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી. તમામ સ્તરે શાંતિપૂર્ણ રીતે પેપરો પૂર્ણ થયા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પુત્રીએ પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, BJ મેડિકલમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
    Next Article
    વઢવાણ ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ બર્ડ એટલાસનો વનમંત્રીના હસ્તે શુભારંભ:પુસ્તિકાનું વિમોચન; અર્જુન મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment