Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારધામ પર પોલીસનો દરોડો:કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાંથી 7 જુગારીઓ રંગેહાથ ઝડપાયા; રૂ. 1.17 લાખની રોકડ જપ્ત

    एक दिन पहले

    શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર જગ્યા પર ગંજીપત્તાનો જુગાર રમી રહેલા તત્વો સામે બોરતળાવ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગિરનાર સોસાયટીમાં સફળ રેડ કરીને હારજીતનો જુગાર રમતા 7 શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને રૂ. 1,17,490 (આશરે 1.17 લાખ)ની રોકડ રકમ કબજે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન બોરતળાવ પોલીસને મળી હતી પાકી બાતમી બનાવની વિગત એવી છે કે, જૂન મહિનાના આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસ સ્ટાફના જવાનોને ખાનગી બાતમીદારો પાસેથી એક મજબૂત હકીકત મળી હતી કે, કુંભારવાડા વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટીના રણીયલ ચોકમાં જાહેર રસ્તા પર કેટલાક ઈસમો એકઠા થઈને ગંજીપત્તાના પાના વડે મોટા પાયે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડીને આ 7 જુગારીઓને દબોચ્યા બાતમીવાળા સ્થળે પોલીસે કોઈ પણ પ્રકારની ગંધ આવ્યા વિના અચાનક રેડ પાડીને જુગાર રમતા તમામ 7 શખસોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ રૂ. 1.17 લાખથી વધુની રોકડ કબજે, પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પોલીસે રેડ દરમિયાન જુગારના પટમાંથી અને પકડાયેલા શખસોની અંગઝડતીમાંથી કુલ રૂ. 1,17,490 ની રોકડ રકમ તેમજ જુગાર રમવાનું સાહિત્ય (ગંજીપત્તા) કબજે કર્યું છે. બોરતળાવ પોલીસે આ તમામ જુગારીઓ સામે જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેમની સત્તાવાર અટકાયત કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ બર્ડ એટલાસનો વનમંત્રીના હસ્તે શુભારંભ:પુસ્તિકાનું વિમોચન; અર્જુન મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતા વ્યક્ત કરી
    Next Article
    જામનગરના રામનગરમાં ચામુંડા માતાજીનો નવરંગ માંડવો:બજરંગદળ યુવા મિત્ર મંડળ અને સમસ્ત રામનગર દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment