Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરતા રિફ્લેક્ટર અને સુરક્ષાના અભાવે અકસ્માતની ભીતિ:કચ્છમાં રાત્રીના સમયે પવનચક્કીના વિશાળ વાહનો બન્યા જોખમરૂપ

    1 week ago

    કચ્છમાં પવનચક્કી અને વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા ભારે અને વિશાળ કદના વાહનોની અવરજવર સતત વધી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે ભુજ-અંજાર, ભુજ-માંડવી, ભુજ-મુન્દ્રા, ભુજ-નખત્રાણા અને ભુજ-નલિયા, ભુજ-ખાવડા સહિતના મુખ્ય માર્ગો પર આવા લાંબા વાહનોના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ભુજ-અંજાર હાઈવેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પવનચક્કીના વિશાળ બ્લેડ લઈ જતું લાંબુ વાહન માર્ગ પર આગળ વધી રહ્યું હતું. દરમિયાન એક બાઈકચાલકે સ્વાભાવિક રીતે ઓવરટેકનો પ્રયાસ કર્યો પરંતુ વાહનની લંબાઈનો અંદાજ ન આવતાં તે જોખમી સ્થિતિમાં મુકાઈ ગયો હતો. જો તે સમયે સામેથી કોઈ વાહન આવી ગયું હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ, આવા ભારે વાહનોની પાછળ પૂરતા પ્રમાણમાં રેડિયમ પટ્ટા, રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ અથવા સુરક્ષા વાહનો જોવા મળતા નથી. પરિણામે રાત્રીના સમયે વાહનની વાસ્તવિક લંબાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે. આ સમસ્યા માત્ર એક જ માર્ગ પૂરતી સીમિત નથી, પરંતુ કચ્છના અનેક મુખ્ય માર્ગો પર રોજિંદી બની રહી છે. આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી માંગ માર્ગ સુરક્ષાના હિતમાં પવનચક્કી તેમજ અન્ય ભારે વાહનો માટે કડક સુરક્ષા માપદંડો અમલમાં મૂકવા, પૂરતા રિફ્લેક્ટર અને ચેતવણી વ્યવસ્થા ફરજિયાત બનાવવા તેમજ નિયમોના પાલન અંગે તંત્ર દ્વારા વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાની માંગ ઉઠી છે. વાહનચાલકોનું માનવું છે કે સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવા ભારે વાહનોના કારણે ગંભીર અકસ્માતોની સંખ્યા વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છની ફિલ્મનો દેશના 6 શહેરોમાં સ્પેશિયલ શો.:કુનરીયાથી ઓસ્કાર પહોંચેલી લગાનને 25 વર્ષ - ફરી સિનેમાઘરોમાં
    Next Article
    મેઘરાજા પહેલાં નર્મદાનું આગમન:કચ્છના આંગણે અઠવાડિયામાં જ થશે જળપ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment