Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજા પહેલાં નર્મદાનું આગમન:કચ્છના આંગણે અઠવાડિયામાં જ થશે જળપ્રવેશ

    1 week ago

    કચ્છ જિલ્લાના ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે. મુખ્ય નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે આગામી ત્રણથી ચાર દિવસમાં આ પાણી કચ્છની સરહદ એટલે કે આડેસર-ફતેગઢ સરહદે ચેનેજ 82 સુધી પહોંચી જશે. ખાલી થઈ ગયેલી કેનાલો ભરાતાં અને ડાયવર્ઝનને પાર કરતાં પાણીને છેક છેવાડાના મોડકુબા સુધી પહોંચતા અંદાજે એકાદ અઠવાડિયું લાગશે. છેલ્લા કેટલાક સમયથી કેનાલો સૂકીભઠ્ઠ હોવાને કારણે ચિંતાતુર બનેલા કચ્છના ધરતીપુત્રો માટે આખરે આશાનું કિરણ દેખાયું છે. નર્મદા નિગમના અધિકારી પાસેથી મળતી સત્તાવાર વિગતો મુજબ, નર્મદા મુખ્ય ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સાંતલપુર થઈને કચ્છ બ્રાન્ચ કેનાલના ઝીરો પોઈન્ટથી આગળ વધી ફતેગઢ-આડેસર સુધી આગામી 72 થી 96 કલાકમાં પ્રવેશે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેનાલો લાંબા સમયથી બંધ હોવાને કારણે હાલ તદ્દન ખાલી છે. લાખો ગેલન પાણી સૌપ્રથમ કેનાલનું સ્તર ભરશે અને ત્યારબાદ જ તે આગળ વધશે. વળી, માર્ગમાં ચાલતા સમારકામના કામો, ફ્લો કંટ્રોલ અને વિવિધ ડાયવર્ઝનના કારણે પાણીની ગતિ થોડી ધીમી રહી શકે છે. આ અવરોધોને પાર કરીને પાણી છેવાડાના મોડકુબા સુધી પહોંચતા આશરે એક સપ્તાહ જેટલો સમય લાગી જશે. ખાસ કરીને રાપર અને વાગડ પંથકના ખેડૂતોને આ પાણી મળવાથી ખરીફ પાકના વાવેતરમાં મોટો ફાયદો થશે. મેઘરાજાની એન્ટ્રી પહેલાં જ નર્મદાના નીર મળવાના એંધાણથી વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં ખેતી હોય કે પીવાના પાણીની જરૂરિયાત આજે પણ નર્મદા ડેમ પૂરી પાડે છે. અઠવાડિયામાં નર્મદાનું પાણી આવે તો ફાયદો કચ્છ બ્રાન્ચ કેનાલમાં આગામી અઠવાડિયામાં નર્મદાનું પાણી પ્રવેશતાં હાલના ખરીફ પૂર્વ અને બાગાયતી પાકોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. ખાસ કરીને મગફળી, કપાસ, તલ, ગુવાર અને ચારા પાકના વાવેતર માટે જમીનમાં જરૂરી ભેજ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કેરી, ખજૂર, લીંબુ, દાડમ સહિતના બાગાયતી પાકોને સિંચાઈનું પાણી મળતાં ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં સુધારો થઈ શકે છે. પશુપાલન આધારિત કચ્છમાં લીલા ચારા માટે પાણી ઉપલબ્ધ થતાં પશુધનને પણ લાભ મળશે. ખેડૂતોને બોરવેલ પરની નિર્ભરતા ઘટશે અને વરસાદ મોડો પડે તો પણ વાવેતરની તૈયારી સરળ બનશે. નર્મદાનું પાણી પહોંચતાં ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની આશા રહે છે.
    Click here to Read More
    Previous Article
    પૂરતા રિફ્લેક્ટર અને સુરક્ષાના અભાવે અકસ્માતની ભીતિ:કચ્છમાં રાત્રીના સમયે પવનચક્કીના વિશાળ વાહનો બન્યા જોખમરૂપ
    Next Article
    Ahmedabad Plane Crash Anniversary | અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment