Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ કેર અવેરનેસ વર્કશોપમાં શ્વાનપાલકોને અપાયું માર્ગદર્શન:ભુજની પશુ કોલેજના સંકૂલમાં તમામ પ્રકારના પશુ-પક્ષીઓની સારવાર થશે

    1 day ago

    ભુજમાં પશુપાલન કોલેજ ખાતેના પશુ સારવાર સંકૂલનું પુનઃસ્થાપન અને અનાવરણ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પી. એચ. ટાંક દ્વારા કરાયું હતું. ભારતીય પશુચિકિત્સા પરિષદ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત ધારા-ધોરણોને અનુરૂપ આ પશુ સારવાર સંકૂલને વિવિધ સુવિધાથી સજ્જ કરાયું છે. સંકૂલમાં તમામ પ્રકારના પશુ-પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે. પશુ સારવાર સંકૂલ દ્વારા પેટ કેર અવેરનેસ વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં આશરે 25 શ્વાનપાલકોએ ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન શ્વાનની વિવિધ જાતો, તેમના માટે પોષણયુક્ત અને સંતુલિત આહારનું મહત્વ, શ્વાનોની દૈનિક સંભાળ તેમજ શ્વાનોમાં જોવા મળતા વિવિધ રોગો અને તેના નિવારણ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમને શ્વાનપાલકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કુલપતિ ડો. પી. એચ. ટાંકે સંકૂલ ખાતે વધુ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, રામકૃષ્ણ ટ્રસ્ટ, કૂકમાના અધ્યક્ષ ડો. મનોજભાઈ સોલંકી તેમજ ઓર્ગન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલન કોલેજના આચાર્ય ડો. એચ. બી. પટેલના માર્ગદર્શન હેઠળ પશુ સારવાર સંકૂલના વડા ડો. કે. કે. હડીયાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો. છાત્રોને મળશે પ્રાયોગિક તાલીમ પશુ સારવાર સંકૂલ માત્ર સારવાર કેન્દ્ર પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ પશુચિકિત્સા ક્ષેત્રે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે તાલીમ કેન્દ્ર તરીકે કાર્ય કરશે. અહીં વિદ્યાર્થીઓને પશુઓમાં જોવા મળતા વિવિધ રોગો, તેમની સારવાર પદ્ધતિ અને આરોગ્ય સંબંધિત પડકારોનો પ્રાયોગિક અનુભવ મળશે, જે ભવિષ્યમાં તેમને સક્ષમ પશુચિકિત્સક બનવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચેરમેન વરણી સ્થગિત:આજે યોજાયેલી બેઠક પણ મુલતવી, આંતરિક અસંતોષની ચર્ચા
    Next Article
    ભુજમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ:ખેડૂતોને સતાવતી સમસ્યાઓનો ઉકેલ લાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment