Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ:ખેડૂતોને સતાવતી સમસ્યાઓનો ઉકેલ લાવો

    1 day ago

    ભુજ તાલુકાના ખેડૂતોને સતાવી રહેલા ખેતી વિષયક પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા ભુજમાં મામલતદારના માધ્યમથી રાજ્યના કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવીને ખાતર અને ડીઝલની તંગી તેમજ જમીન વળતર સહિતની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ચોમાસાની શરૂઆતે જ ખરીફ સીઝનમાં ખેડૂતોને સમયસર ડી.એ.પી. અને યુરિયા ખાતર મળતું નથી. આટલું ઓછું હોય તેમ, વર્તમાન સમયમાં જ્યારે ડેપો પર ખાતર ઉપલબ્ધ કરાવાય છે ત્યારે તેની સાથે બિનજરૂરી ચીજવસ્તુઓ ખેડૂતોને ફરજિયાત ખરીદવા મજબૂર કરાય છે. ચોમાસા પૂર્વે જમીન ખેડવા માટે ટ્રેક્ટરો અને અન્ય મશીનરી માટે જરૂરી ડીઝલ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નથી મળતું. કિસાનોને માત્ર 20 લીટર જેટલું જ મર્યાદિત ડીઝલ આપીને સંતોષ માનવા કહેવાય છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોએ ખેતીકામ પડતું મૂકીને ડીઝલ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય), કુરબઈ, વાડાસર, નાભોઈ અને આણંદસર જેવા ગ્રામ્ય વિસ્તારોની ફળદ્રુપ અને કિંમતી ખેતીની જમીનોમાં ખાનગી કંપની દ્વારા મોટા વીજ ટાવરો ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો દેશના વિકાસની વિરૂદ્ધમાં નથી, પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની ઉપજાઉ જમીન બગાડવાને બદલે નજીકમાં આવેલી બિનઉપજાઉ કે સરકારી પડતર જમીન પર આ વીજ ટાવર ઉભા કરવામાં આવે તો મહામૂલી જમીનનું નિકંદન નીકળતું બચી શકે. ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂત ખેતી છોડી રહ્યા છે. ટેકાના ભાવ જાહેર કરાય છે તેનો અમલ થતો નથી. આ તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરાઇ હતી. ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાનજીભાઈ ગાગલ, ઉપપ્રમુખ મોહનભાઈ, મંત્રી અશોકભાઈ લીંબાણી, મહિલા જિલ્લા પ્રમુખ વાલુબેન રાબડીયા, શાંતાબેન પટેલ, કાંતિભાઈ કાતરીયા સહિતના અગ્રણીઓ રજૂઆતમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પેટ કેર અવેરનેસ વર્કશોપમાં શ્વાનપાલકોને અપાયું માર્ગદર્શન:ભુજની પશુ કોલેજના સંકૂલમાં તમામ પ્રકારના પશુ-પક્ષીઓની સારવાર થશે
    Next Article
    Bombay High Court Asks Salman Khan's Neighbour To Delete Defamatory Comments Against Actor In Property Dispute Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment