Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જ સ્થળે મળશે વિવિધ સરકારી યોજનાઓ:આજે અસારવા ખંડુભાઇ દેસાઈ હોલમાં પૂર્વ વિસ્તારના નાગરિકો માટે સરકારી યોજનાઓ-સહાયની અરજીઓ કરી શકશો

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના "12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી આજે 12 જૂન, 2026 શુક્રવારના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શહેરના અસારવા, શાહીબાગ, માધુપુરા, દરિયાપુર, કાલુપુર, શાહપુર, બાપુનગર, સરસપુર-રખિયાલ, ઠક્કરબાપાનગર, નરોડા, ખાડિયા, જમાલપુર, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે અસારવામાં પ્રભુનગર સ્નાનાગાર પાસે આવેલા ખંડુભાઈ દેસાઈ હોલ ખાતે "જન કલ્યાણ શિબિર"નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને એક જ સ્થળે વિવિધ યોજનાઓના લાભ આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક-કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો તેમજ પાત્ર લાભાર્થીઓને એક જ સ્થળે વિવિધ યોજનાઓના લાભ, સહાય અને અરજી પ્રક્રિયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે સવારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા જન કલ્યાણ શિબિર-મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વિવિધ યોજનાઓની માહિતી અને લાભ ઉપલબ્ધ આ શિબિરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય.મા અરજી તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ પી.એમ. સૂર્યઘર યોજના, આદિજાતિ વિકાસ વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ફ્રી શીપ કાર્ડ યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ પી.એમ. સ્વનિધિ યોજના, શિક્ષણ વિભાગ હેઠળ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ તથા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આધાર કાર્ડ સહિતના પુરાવા સાથે હાજર રહેવું નાગરિકોએ જે-તે યોજનાના લાભ માટે પોતાના આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, શૈક્ષણિક પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મૃત્યુનો દાખલો, BPL પુરાવો અથવા અન્ય સંબંધિત જરૂરી દસ્તાવેજોના અસલ તથા નકલ સાથે હાજર રહેવું અનિવાર્ય રહેશે. યોજનાવાર જરૂરી દસ્તાવેજોની માહિતી શિબિર સ્થળે પણ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના તમામ નાગરિકોને અપીલ કરે છે કે, તેઓ પોતાના વિસ્તાર માટે નિયત કરાયેલા જન કલ્યાણ શિબિરના સ્થળે ઉપસ્થિત રહી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવે અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી હોટલ અગ્નિકાંડમાં પોલીસ તપાસ પર ગંભીર સવાલો ઉભા થયા:પ્રભાવશાળી લોકોને બચાવવા રસોઈયાને 'બલિનો બકરો' બનાવ્યો, અકસ્માતમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત
    Next Article
    ઝઘડાની અદાવતમાં હુમલો:બાપુનગરમાં ભાઈની નજર સામે બે શખસે યુવકને છરીના ઘા મારતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment