Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડાની અદાવતમાં હુમલો:બાપુનગરમાં ભાઈની નજર સામે બે શખસે યુવકને છરીના ઘા મારતા મોત

    1 day ago

    શહેરના બાપુનગરમાં દોઢ મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે શખ્સે યુવકને તેના ભાઈની સામે જ છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. થોડા સમય પહેલા જ એક આરોપીએ યુવકના ભાઈને જઈને કહ્યું હતુ કે તારા ભાઈને સમજાવી દેજે તેને બહુ ચરબી છે. ત્યારે મામલો શાંત પડી ગયો હતો. પરંતુ બાદમાં બંને શખસે દાઝ રાખીને યુવકને ઉપરાછાપરી પેટ, ગળા અને પગના ભાગે છરીના ઘા મારીને તેનું ઢીમ ઢાળી દીધું છે. જેના બાપુનગર પોલીસે બંને આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરવાની દિશામાં તપાસ હાથધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, બાપુનગરમા રહેતા વિકાસ કોરી પડદા સર્વિસનું કામ કરે છે. તેમનો નાનોભાઇ 28 વર્ષીય શુભમ રિક્ષા ચલાવતો હતો. ત્યારે દોઢ મહિના અગાઉ મૃતક શુભમને તેની ઘરની નજીકમાં રહેતા જ વિજય રાજપૂત અને આકાશ સાથે અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો. ત્યારે આરોપી વિજયે મૃતક યુવકના ભાઈ એવા વિકાસને કહ્યું હતું કે તારા ભાઈને સમજાવી દેજે તેને બહુ ચરબી છે. આ સમયે મૃતકના ભાઈએ આરોપી વિજયને સમજાવીને પાછો મોકલી દીધો હતો. પરંતુ બદલો લેવાનું નક્કી કરીને વિજયે તકનો લાભ લીધો હતો. ગત બુધવારની રાતે મૃતક શુભમ બાપુનગરના હીરાવાડી ચાર રસ્તા નજીક આવેલા શિવશક્તિ મંદિર પાસેથી પસાર થતો હતો. ત્યારે આરોપી વિજય અને આકાશે રીક્ષા ચાલક શુભમને ઉભો રાખ્યો હતો. અને તને બહુ ચરબી ચઢી છે કહીને અગાઉના ઝઘડાની અદાવત રાખીને શુભમ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ વાતની જાણ મૃતક શુભમના પિતાને થતા મોટા દીકરા વિકાસને જાણ કરી હતી. એટલે નાનાં ભાઈને બચાવવા માટે મોટો ભાઈ વિકાસ હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલા શિવશક્તિ મંદિર પહોંચી ગયો હતો. કમનસીબે મોટા ભાઈએ તેના નાનાં ભાઈનો જીવ બચાવી શક્યો નહોતો. અને મોટાભાઈ શુભમની આંખની સામે જ તેના નાના ભાઈને આરોપી વિજય અને આકાશે શુભમને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન હોબાળો થતાં બને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ લઈ જતી વખતે શુભમે તેના ભાઈને હકીકત જણાવી હતી કે, વિજય અને આકાશ સાથે ઝઘડાની અદાવતમાં બંને આરોપીએ તેને છરીના ઘા માર્યા હતા. બાદમાં તેનું મોત થયું હતું. આ મામલે મૃતકના ભાઈ વિકાસે ફરિયાદ નોંધાવતા બાપુનગર પોલીસે વિજય ઉર્ફે સાલુ રાજપૂત અને આકાશ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    એક જ સ્થળે મળશે વિવિધ સરકારી યોજનાઓ:આજે અસારવા ખંડુભાઇ દેસાઈ હોલમાં પૂર્વ વિસ્તારના નાગરિકો માટે સરકારી યોજનાઓ-સહાયની અરજીઓ કરી શકશો
    Next Article
    Rs 547 Crore Medical Hub To Replace Burnt Buildings At Air India Crash Site

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment