Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યા કેસના બે આરોપીઓને ફાંસીની સજા, એકને સાત વર્ષની કેદ:હિંમતનગર સેશન્સ કોર્ટનો ચુકાદો; પૈસાની લેતીદેતીમાં સલૂન સંચાલકની હત્યા કરી લાશને ડોલમાં ભરી ફેંકી દીધી હતી

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલમાં ત્રણ વર્ષ અગાઉ થયેલી સલૂન સંચાલકની હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી બે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જ્યારે એક આરોપીને સાત વર્ષની કેદની સજા થઈ છે. આરોપીઓ સાથે ઓનલાઈન કેસ ચલાવી સુનાવણી પૂર્ણ કરી આ ઘટના ત્રણ વર્ષ પહેલા બની હતી. હેરકટિંગ સલૂનના સંચાલકની પૈસાની લેતી દેતીમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ હિંમતનગર ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરી હતી. ગુરુવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ન્યાયાધીશ અને બંને પક્ષના વકીલોએ જેલમાં રહેલા ત્રણ આરોપીઓ સાથે ઓનલાઈન કેસ ચલાવી સુનાવણી પૂર્ણ કરી હતી. દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ ચુકાદો આપ્યો ન્યાયાધીશે દલીલો અને પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ ચુકાદો આપ્યો હતો. હત્યામાં સંડોવાયેલા મોહમ્મદ નદીમ મોહમ્મદ કુતબુદ્દીન અન્સારી અને શહેબાજ અહેમદ મોહમ્મદ મુલતાની અન્સારીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જ્યારે પરવેઝ મુશર્રફ નૌશાદહુસેન અન્સારીને સાત વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આ અંગે સરકારી વકીલ હિરેન ત્રિવેદીના જણાવ્યાં મુજબ વર્ષ 2023માં અકબર અબ્દુલ સલામ સાનીએ ઈલોલમાં આવેલી તેની સલૂનની દૂકાન મોહમ્મદ નદીમ અંસારીને કોન્ટ્રાક્ટ પર આપી હતી. તેમજ દુકાનના સામાનના રૂ.1.50 લાખ આપવાની મૌખિક વાતચીત કરી હતી. ત્યારબાદ પૈસાની ઉઘરાણી કરવા છતાં કોન્ટ્રાક્ટ રાખનાર મોહમ્મદ નદીમ અંસારી વાયદા કરતો હતો. જેથી અકબર સાનીએ પૈસા માટે વારંવાર ઉઘરાણી કરી હતી. જેથી તા.11 માર્ચ 2023ના રોજ મોહમ્મદ નદીમ અંસારી, શહેબાજ અહેમદ મોહમ્મદ મુલતાની(અંસારી) અને પરવેઝ મુશરફ નૈસાનહુસેન અંસારીએ અકબર સાનીને એક બાળકિશોરને સાથે રાખી ઈલોલ બોલાવ્યો હતો. પૈસા આપવાના બહાને સલૂનમાં બોલાવી હત્યા કરી ત્યારબાદ બાળકિશોર સિવાય ત્રણેય જણાએ પૈસા આપવાના બહાને અકબર સાનીને ઈલોલમાં આવેલી હેરકટીંગ સલુનમાં બોલાવી આ ત્રણેય જણાએ અકબર સાનીને ફેસવોશ કરવાના બહાને ખુરશી પર બેસાડી આગોતરા આયોજન મુજબ કાતર અને અશ્ત્રાથી ગરદનના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી. ચીજવસ્તુઓને નદીમાં ફેંકી પૂરવાનો નાશ કર્યો જે બાદ આરોપીઓએ લોહિવાળા કપડા સહિત અન્ય ચીજવસ્તુઓ ઈલોલથી કનાઈ જતા રોડ પર આવેલી નદીમાં ફેંકી પુરાવાનો નાશ કરી દીધો હતો. આટલું જ નહીં લાશને કપડામાં બાંધી, પ્લાસ્ટિકની ડોલમાં ભરી ગામની સિમમાં નિર્જન સ્થળે ફેંકી દીધી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ પોલીસને ગેરમાર્ગે દોરવા તા.14 માર્ચ 2023ના રોજ અકબર સાની ગુમ થયાની જાણ મોહમ્મદ નદીમે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કરી દીધી હતી. મૃતક અકબર સાનીનો મિત્ર તારીકે લાશને ઓળખી બતાવી હતી જે આધારે લાશનું પીએમ અને એફએસએલમાં કેટલાક પુરાવા મોકલી આપ્યા હતા. અકબર સાનીને ઘાતક હથિયારોની મદદથી હત્યા કરાઈ હોવાનું ફલીત થયું હતું. દરમિયાન તત્કાલિન સમયે હિંમતનગર ગ્રામ્ય પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને તેની ચાર્જશીટ હિંમતનગરની ડીસ્ટ્રીકટ કોર્ટના જજ કે.આર.રબારીની કોર્ટમાં રજુ કરી હતી. ખુબજ સંવેદનશીલ આ કેસની સુનાવણી ગુરૂવારે હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષના વકીલો અને ન્યાયાધિશે હિંમતનગર સબજેલમાં રખાયેલા ત્રણેય શકમંદોને કેમેરાના માધ્યમથી હાજર રાખીને સુનાવણી કરી હતી. જયાં ન્યાયાધિશે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ હત્યામાં સંડોવાયેલા મોહમ્મદ નદીમ મોહમ્મદ કુતબુદ્દીન અન્સારી, સહેબાજ અહેમદ મોહમ્મદ મતલુબ અન્સારીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે પરવેઝ મુશર્રફ નૌશાદ હુસેન અન્સારીને સાત વર્ષની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    વિવાદ બાદ યાદીમાં નામ સામેલ થતાં પૂર્વ મેયર કાર્યક્રમમાં ગેરહાજર:વડાપ્રધાનના રેકોર્ડના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં વોર્ડ 15માં પૂર્વ ચેરમેને વૃક્ષારોપણ કર્યું
    Next Article
    તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી પડી જતાં વિદ્યાર્થીનું મોત:1 દિવસ પહેલા જ લીધું હતું એડમિશન, નાવદ્રા ગામના ક્રિશના મોતના મામલે પોલીસ-FSLનું હોસ્ટેલમાં ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment