Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાશીમાં ઘાટ ડૂબી ગયા, અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ:ઉત્તરાખંડના દેહરાદૂન-ટિહરીમાં ભૂસ્ખલન; 15 રાજ્યોમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ

    3 days ago

    બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે બુધવારે 20 રાજ્યોમાં સારો વરસાદ થયો. આગામી 4 દિવસ સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશના બનારસમાં ઘાટોની સીડીઓ સુધી પાણી પહોંચી ગયું છે. હરિશ્ચંદ્ર ઘાટ પર શબદાહ સ્થળ ડૂબી ગયું છે. ઘાટની ઉપરની સીડીઓ પર ચિતાઓ સળગાવવામાં આવી રહી છે. લોકોને 2થી 3 કલાક સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવવા માટે રાહ જોવી પડી રહી છે. ઉન્નાવમાં રસ્તા પર હોડી ચલાવવી પડી. રાજસ્થાનના 5થી વધુ જિલ્લાઓમાં બુધવારે ભારે વરસાદ થયો. જયપુરમાં 4 કલાકથી વધુ પાણી વરસ્યું. પાણી ભરેલા ખાડાને કારણે બસ પલટી ગઈ. વરસાદ અને વૃક્ષો પડવાને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ રહ્યો. બીજી તરફ, ઉત્તરાખંડના દેહરાદૂન-મસૂરી માર્ગ પર ભૂસ્ખલનને કારણે કાટમાળ રસ્તા પર આવી પડ્યો. જેના કારણે બંને તરફ લગભગ 10 કિમી લાંબો જામ લાગી ગયો. રાજ્યના 9 જિલ્લામાં 67 રસ્તાઓ બંધ છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    શ્રીદેવીના જન્મદિવસે પ્રિયંકા ચોપરાનું ખાસ ટ્રિબ્યુટ:દિવંગત એક્ટ્રેસની બાયોગ્રાફી 'એમ્પ્રેસ'નું કવર શેર કર્યું; બોની અને ખુશી કપૂર પણ ભાવુક થયા
    Next Article
    મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ખીલી ઊઠ્યો, VIDEO:વિરપુરમાં દીવાલ પડતાં બે બાળકોના મોત, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment