Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીદેવીના જન્મદિવસે પ્રિયંકા ચોપરાનું ખાસ ટ્રિબ્યુટ:દિવંગત એક્ટ્રેસની બાયોગ્રાફી 'એમ્પ્રેસ'નું કવર શેર કર્યું; બોની અને ખુશી કપૂર પણ ભાવુક થયા

    3 days ago

    બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને 'દેશી ગર્લ'એ ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે. પ્રિયંકાએ દિવંગત શ્રીદેવીની આવનારી બાયોગ્રાફી 'Empress' (એમ્પ્રેસ)નું કવર શેર કર્યું છે. સાથે જ શ્રીદેવીને યાદ કરીને એક્ટ્રેસ ભાવુક પણ થઈ ગઈ હતી. 'એમ્પ્રેસ- ધ ડેફિનેટિવ બાયોગ્રાફી ઓફ શ્રીદેવી' ચૂલબુલો અંદાજ અને દમદાર અભિનયના જોરે બોલિવૂડમાં છાપ છોડી જનાર શ્રીદેવીનો આજે જન્મદિવસ છે. આઠ વર્ષ પહેલાં આ ફાની દુનિયાને અલવિદા કહેનારી શ્રીદેવીને યાદ કરીને આજે પણ તેના ચાહકો ભાવુક થઈ જાય છે. શ્રીદેવી માટે માત્ર દર્શકોને જ નહીં, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ એટલું જ માન છે. ત્યારે 13 ઓગસ્ટને ગુરુવારના રોજ શ્રીદેવીના જન્મદિવસે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટ્રેસના જીવન પર લખાઈ રહેલા પુસ્તકનું કવર શેર કર્યું છે. 'શ્રીદેવી, તમે હંમેશા યાદ રહેશો' પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુસ્તકનું કવર પેજ શેર કર્યું છે, જેના પર 'એમ્પ્રેસ- ધ ડેફિનેટિવ બાયોગ્રાફી ઓફ શ્રીદેવી' લખેલું છે. આ સાથે કવર પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું શ્રીદેવી અંગે આપેલું નિવેદન પણ છાપવામાં આવ્યું છે, જેમાં તેમને બેમિસાલ પ્રતિભાની મિસાલ ગણાવવામાં આવ્યા છે. પુસ્તકનું કવર શેર કરીને પ્રિયંકાએ લખ્યું, 'શ્રીદેવીને જન્મદિવસની શુભેચ્છાઓ. તમને હંમેશા યાદ કરવામાં આવશે.' સાથે જ પ્રિયંકાએ લખ્યું કે, 'એમ્પ્રેસ' જલ્દી આવવાની છે. બોની કપૂર અને ખુશી કપૂરનું રિએક્શન પ્રિયંકાની આ સ્ટોરીને શ્રીદેવીના પતિ અને ફિલ્મમેકર બોની કપૂરે પણ શેર કરી હતી. ઉપરાંત દીકરી ખુશી કપૂરે પણ આ સ્ટોરી રી-શેર કરતા હાર્ટ ઇમોજી મૂક્યું હતું. નોંધનીય છે કે, શ્રીદેવીના જીવન પર લખાયેલા પુસ્તકની સત્તાવાર જાહેરાત 2023માં વેસ્ટલેન્ડ બુક્સે કરી હતી. તે સમયે આ પુસ્તકનું નામ 'શ્રીદેવીઃ ધ લાઇફ ઓફ અ લેજેન્ડ' જણાવવામાં આવ્યું હતું. પુસ્તકમાં એક્ટ્રેસના બાળપણથી લઈને તેમના ફિલ્મી કરિયર અને અંગત જીંદગીના ઘણાં મહત્ત્વના પાસાઓને સામેલ કરવાની વાત કરવામાં આવી હતી. શ્રીદેવીના મિત્ર ધીરજ કુમારે પુસ્તક લખ્યું આ પુસ્તકને ધીરજ કુમાર લખી રહ્યા છે. આ તેમનું પહેલું પુસ્તક છે. તેઓ લેખક, સંશોધક અને કોલમનિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. ધીરજ કુમારનો શ્રીદેવીના પરિવાર સાથે ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે. એવું કહેવાય છે કે, શ્રીદેવી તેમને પોતાના પરિવારનો હિસ્સો માનતાં હતાં. બોની કપૂરે પણ પુસ્તકની જાહેરાત વખતે ધીરજ કુમાર વિશે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ધીરજ શ્રીદેવીને ખૂબ સારી રીતે ઓળખતા હતા અને તેમના ખૂબ નજીક હતા. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ બોલિવૂડની 'હવા હવાઈ' એક્ટ્રેસનું દુબઈમાં નિધન થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    ભારત પહેલીવાર કોમનવેલ્થ ફેન્સિંગનું ઓવરઓલ ચેમ્પિયન:13 ગોલ્ડ સહિત 35 મેડલ જીત્યા, વિલ્કિન્સન સ્વૉર્ડ ટ્રોફી પણ મળી
    Next Article
    કાશીમાં ઘાટ ડૂબી ગયા, અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ:ઉત્તરાખંડના દેહરાદૂન-ટિહરીમાં ભૂસ્ખલન; 15 રાજ્યોમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment