Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી પડી જતાં વિદ્યાર્થીનું મોત:1 દિવસ પહેલા જ લીધું હતું એડમિશન, નાવદ્રા ગામના ક્રિશના મોતના મામલે પોલીસ-FSLનું હોસ્ટેલમાં ચેકિંગ

    22 hours ago

    તાલાલાની પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલની બિલ્ડિંગમાં ચાલતી ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ગત રોજ 10મી મેના દિવસે હોસ્ટેલની ત્રીજા માળની બારીમાંથી શંકાસ્પદ રીતે નીચે પટકાવવાને કારણે 14 વર્ષીય વિદ્યાર્થી ક્રિશ હસમુખભાઈ પાતળનું કરૂણ મોત નીપજ્યું છે. વેરાવળ તાલુકાના નાવદ્રા ગામનો વતની અને ધોરણ-8માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી 1 દિવસ પહેલા એટલે કે 9મી મેના દિવસે જ હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. ઘટના બાદ ગંભીર હાલતમાં તેને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ બનેલી આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માસૂમ બાળકના અકાળે અવસાનના સમાચાર મળતા જ મૃતકના માતા-પિતા અને પરિવારજનો આઘાતમાં ડૂબી ગયા હતા અને તાલાલા સરકારી હોસ્પિટલ પરિસરે પહોંચ્યા હતા. હોસ્ટેલના પેસેજની 6 ફૂટ ઊંચી બારીમાંથી પટકાયો ધોરણ-8 નો આ વિદ્યાર્થી હોસ્ટેલના ત્રીજા માળેથી ચોથા માળે જવાના દાદરામાં વચ્ચે પેસેજમાં આવતી 6 ફૂટ ઊંચી ખુલ્લી બારીમાંથી પટકાયો હતો.સ્કૂલ સંચાલકોના કહેવા મૂજબ આ બારીની બાજુમાં રહેલા ફાયરસાધનોમાં લાગેલી પાઇપની મદદથી તે ઉપર ચડયો હતો અને પછી બારીમાંથી કૂદી ગયો. એક દિવસ પહેલા જ લીધું હતું એડમિશન પ્લાઝ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ તાલાલાના ટ્રસ્ટી અશોકભાઈ રાઠોડે સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે અમારી શાળામાં ધોરણ-8નો વિદ્યાર્થી પાતળ ક્રિશ હરસુખભાઈએ 9-06-2026 ના રોજ અત્રેની હોસ્ટેલમાં એડમિશન લીધેલું હતું અને તારીખ બીજા દિવસે સાંજના 7:27 કલાકના રોજ ઉપરના ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. તમામ સ્ટાફગણને તુરંત ખ્યાલ આવતા તેને હોસ્પિટલે ખસેડ્યો હતો, ત્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી પરંતુ મૃત જાહેર કર્યો હતો. પોલીસ-FSLનું હોસ્ટેલમાં ચેકિંગ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાલાલા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ તાલાલા પોલીસના ટાઉન જમાદાર મેનશીભાઈ જાદવ ચલાવી રહ્યા છે. મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટના પાછળની વાસ્તવિકતા જાણવા માટે પોલીસ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે તેમજ ત્યાં હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસ અને FSLની ટીમે હોસ્ટેલ અને ત્રીજા માળની ઝીણવટભરી તપાસ કરી હતી અને મૃતક વિદ્યાર્થીનો સામાન પણ ચેક કર્યો હતો. માનસિક તણાવ અને રેગિંગના એંગલથી તપાસ પોલીસ તપાસમાં માત્ર અકસ્માત જ નહીં, પરંતુ અન્ય સંભવિત કારણોને પણ આવરી લેવાયા છે. નવો આવેલો વિદ્યાર્થી કોઈ માનસિક તણાવ, હોસ્ટેલમાં સીનિયર્સ કે અન્ય કોઈ દ્વારા હેરાનગતિ અથવા કોઈ ચોક્કસ દબાણ હેઠળ હતો કે કેમ તે અંગેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. ઘટના સમયે હોસ્ટેલમાં દેખરેખ માટે કોણ હાજર હતું તેની પણ વિગતો મંગાવવામાં આવી છે. હોસ્ટેલ બિલ્ડિંગની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો આ કરૂણ ઘટનાએ હોસ્ટેલ બિલ્ડિંગની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. ત્રીજા માળની બારીઓ, ગેલેરી, ટેરેસ અને અન્ય જોખમી વિસ્તારોમાં નિયમ મુજબની પ્રોટેક્શન ગ્રીલ કે સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઘટનાથી માત્ર પ્લાઝ્મા સ્કૂલ જ નહીં, પરંતુ હોસ્ટેલમાં રહેતા અન્ય આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભારે ફફડાટ અને આઘાતમાં છે. આ દુર્ઘટના બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની તમામ રહેણાંક શાળાઓ અને હોસ્ટેલોમાં તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સેફ્ટી ઓડિટ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો જીવ જોખમાય નહીં.
    Click here to Read More
    Previous Article
    હત્યા કેસના બે આરોપીઓને ફાંસીની સજા, એકને સાત વર્ષની કેદ:હિંમતનગર સેશન્સ કોર્ટનો ચુકાદો; પૈસાની લેતીદેતીમાં સલૂન સંચાલકની હત્યા કરી લાશને ડોલમાં ભરી ફેંકી દીધી હતી
    Next Article
    Omar Abdullah Doubles Down On J&K Statehood Demand, Meets PM Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment