Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુટલેગરોનો નવો કીમિયો પણ પોલીસે કર્યો ફેલ:સુરતમાં મમરાના કોથળાની આડમાં દારૂ લાવતી લક્ઝરી બસ ઝડપાઈ, ડ્રાઈવર અને કન્ડક્ટર જેલભેગા

    1 day ago

    ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કીમિયો સુરતની ઉત્રાણ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. શ્રી રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મમરાના કોથળાના પાર્સલની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ડ્રાઈવર અને કન્ડક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી કુલ ₹19,73,360 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુપ્ત બાતમી મળી અને પોલીસે ગોઠવી વોચ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સેક્ટર-2ના અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ઝોન-5 ના ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા પ્રોહિબિશનની બદી નાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ઉત્રાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન કોન્સ્ટેબલ જાલાભાઈ વાઘાભાઈ અને હાર્દિકસિંહ ગંભીરસિંહને ચોક્કસ અંગત બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, નવસારીથી કીમ તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ (AR-20-D-9354) માં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. વોચ દરમિયાન આસ્માલ કમ્પાઉન્ડ પાસેથી બસ ઝડપાઈ બાતમી મળતા જ પોલીસ ટીમે સુરત કામરેજ ચોકડીથી ટોલનાકા તરફ જતા રોડ પર આવેલા આસ્માલ કમ્પાઉન્ડ ઈબાદત ખાનાની સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી શ્રી રામ ટ્રાવેલ્સની બસ ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. બસની અંદર ચેક કરતાં મમરાના કોથળાઓના પાર્સલ પાછળ છુપાવીને રાખેલી વગર પાસ-પરમિટની ભારતીય બનાવટની વિદેશી બિયરની 500 એમ.એલ.ના કુલ 288 ટીન (બોટલ) મળી આવ્યા હતા, જેની કિંમત ₹63,360 થાય છે. ડ્રાઈવર અને કન્ડક્ટરની ધરપકડ, એક પેસેન્જર વોન્ટેડ પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી બદલ બસના ડ્રાઈવર મોહનલાલ ઈશ્વરલાલ મહીડા (ઉં.વ. 35, રહે. વાપી, મૂળ રાજસ્થાન) અને કન્ડક્ટર હિંમતસિંહ જશવંતસિંહ લબાના (ઉં.વ. 42, રહે. રાજસ્થાન) ની અટકાયત કરી છે. આ સિવાય દારૂ મંગાવનાર અથવા મોકલનાર એક અજાણ્યો પેસેન્જર હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે બિયરનો જથ્થો અને ₹19 લાખથી વધુની કિંમતની લક્ઝરી બસ મળી કુલ ₹19,73,360 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી ડ્રાઈવર મોહનલાલ મહીડા અગાઉ વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને મોટર વ્હીકલ એક્ટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના વિકાસ કાર્યો,આરોગ્ય સુવિધા,ગટર પ્રોજેક્ટ અને સ્વચ્છતા અભિયાન:​જૂનાગઢમાં રૂા.17.28 કરોડના ખર્ચે શાપુર વિસ્તારમાં અદ્યતન ગટર લાઇન અને ખામધ્રોલ ખાતે નવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયું, જન કલ્યાણ શિબિરો, મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ
    Next Article
    મોતીતળાવની ઓક્સિજન ફેક્ટરીમાં તસ્કરોનો હાથફેરો:દિવાલ કૂદીને 1.87 લાખના પિતળના 375 વાલ્વ ચોરી કરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment