Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોતીતળાવની ઓક્સિજન ફેક્ટરીમાં તસ્કરોનો હાથફેરો:દિવાલ કૂદીને 1.87 લાખના પિતળના 375 વાલ્વ ચોરી કરી ફરાર

    1 day ago

    શહેરના મોતીતળાવ ઔદ્યોગિક વિસ્તારમાં તસ્કોરોએ એક ઓક્સિજન ફેક્ટરીને નિશાન બનાવી લાખો રૂપિયાના પિતળના વાલ્વની ચોરી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પૂર્વે મોડી રાત્રિના સમયે દિવાલ અને છાપરા વચ્ચેની જગ્યામાંથી વંડી ટપીને આવેલા અજાણ્યા તસ્કરો ફેક્ટરીની ઓફિસનું તાળું તોડી કુલ 375 નંગ પિતળના વાલ્વ ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે ફેક્ટરી સંચાલકે ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. છાપરા વચ્ચેની જગ્યામાંથી વંડી ટપી તસ્કરો અંદર ઘૂસ્યા આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા ગોલ્ડનહિલ એપાર્ટમેન્ટમાં રહેતા મહમદઅલી દિલાવરહુસૈન રાજાણી મોતીતળાવ વિસ્તારના વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં, મોંગલ માના મંદિર પાછળ 'લક્કી એન્ટરપ્રાઈઝ' નામના ડેલામાં ઓક્સિજનના બાટલા રિફિલિંગ કરવાની ફેક્ટરી ધરાવે છે. ગત તા. 8 જૂનના રોજ મોડી રાત્રિના અરસામાં અજાણ્યા તસ્કરોએ તેમની ફેક્ટરીને નિશાન બનાવી હતી. તસ્કરો ઓફિસની દિવાલ અને છાપરા વચ્ચે આવેલી જગ્યામાંથી વંડી ટપીને અંદર પ્રવેશ્યા હતા અને અંદરથી મુખ્ય ડેલો બંધ કરી દઈ ચોરીને અંજામ આપ્યો હતો. સારા અને સ્ક્રૅપ થઈ ગયેલા તમામ પિતળના વાલ્વ આંચકી ગયા તસ્કરોએ ફેક્ટરીની ઓફિસનું તાળું તોડી અંદર રાખેલો કિંમતી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ફેક્ટરી માલિકે ઓક્સિજનના ગેસના બાટલામાં ફિટ કરવા માટે મંગાવેલા પિતળના નવા અને સારા વાલ્વ નંગ 225 (કિંમત રૂ. 1,43,425) તેમજ રિફિલિંગ પ્રક્રિયા દરમિયાન ખરાબ થઈ ગયેલા પિતળના જૂના વાલ્વ નંગ 150 (કિંમત રૂ. 45,000) મળી કુલ રૂ. 1,87,425ની કિંમતના 375 નંગ વાલ્વની ચોરી કરી હતી. સવારે જ્યારે ફેક્ટરી ખોલવામાં આવી ત્યારે તાળા તૂટેલા જોઈને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા આ મામલે વેપારી મહમદઅલી રાજાણીએ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી પંચનામું કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305(A) અને 331(4) મુજબ ગુનો દાખલ કરી, ઔદ્યોગિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બુટલેગરોનો નવો કીમિયો પણ પોલીસે કર્યો ફેલ:સુરતમાં મમરાના કોથળાની આડમાં દારૂ લાવતી લક્ઝરી બસ ઝડપાઈ, ડ્રાઈવર અને કન્ડક્ટર જેલભેગા
    Next Article
    FIFA World Cup 2026 Live Streaming, Telecast: Where To Watch On TV, Online In India?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment