Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં દારૂના ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી:ત્રણ આરોપીઓને સુરત, વડોદરા, અમદાવાદની જેલમાં મોકલાયા

    15 hours ago

    પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, ગેરકાયદેસર દારૂના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પાસા હેઠળ અટકાયતમાં લઈ અનુક્રમે સુરત, વડોદરા અને અમદાવાદ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત, રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા એક ગુનામાં આરોપી અમીન જુસબભાઈ પઢીયાર (ઉ.વ. 39), રહેવાસી રાણાવાવ, પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 202 બોટલો તથા 141 બિયર ટીન મળી કુલ રૂ. 2.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બગવદર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા બીજા ગુનામાં આરોપી રવિ ભોજાભાઈ કણેત (ઉ.વ. 23) અને રાજુ નાથાભાઈ વેસરા (ઉ.વ. 31), બંને રહેવાસી ઇશ્વરીયા ગામ, પાસેથી વિવિધ બ્રાન્ડની 5,640 વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. 74.68 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. આરોપીઓ સામે અગાઉના ગુનાઓ અને તેમની પ્રવૃત્તિઓના આધારે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ અધિકારીઓએ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. દરખાસ્તોની સમીક્ષા કર્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી હુકમો જારી કર્યા હતા. પાસા વોરંટની અમલવારી દરમિયાન એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ. જાડેજા અને તેમની ટીમે અમીન જુસબભાઈ પઢીયારને સુરત જેલ, જ્યારે રવિ ભોજાભાઈ કણેત અને રાજુ નાથાભાઈ વેસરાને અનુક્રમે વડોદરા અને અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસે જણાવ્યું છે કે, જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનાર અને જાહેર વ્યવસ્થાને ખોરવી શકે તેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ:18મીએ ચૂંટણી નહીં યોજાય, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસની એકપણ બેઠક નહીં
    Next Article
    ગોધરામાં ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો પ્રારંભ:કલેક્ટર અજય દહિયાએ કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શુભારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment