Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો પ્રારંભ:કલેક્ટર અજય દહિયાએ કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શુભારંભ કરાવ્યો

    14 hours ago

    ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ‘પ્રગતિ પથ યાત્રા’ના બીજા તબક્કાનો શુભારંભ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશને વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાનો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ યાત્રા ગોધરા અને પંચમહાલ જિલ્લાના પ્રબુદ્ધ તેમજ સામાન્ય નાગરિકોને વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ પ્રકલ્પો અને વિકાસ કાર્યોની મુલાકાત કરાવશે અને જનજાગૃતિ લાવશે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે, કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પંચમહાલ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ આર્ચરી સહિત વિવિધ રમતોમાં મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ તકે વર્ષ 2010થી ગુજરાતમાં શરૂ થયેલા રાજ્યના સૌથી મોટા રમતોત્સવ ‘ખેલ મહાકુંભ’ની સફળ સફર અને ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓના આયોજન અંગેની એક પ્રેરણાદાયી વીડિયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાત સરકારની વિવિધ ખેલ યોજનાઓ અંતર્ગત ખેલાડીઓને મળતા આર્થિક અને માળખાકીય લાભો વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતોના મેદાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને રમતગમતની ભૌતિક સુવિધાઓને વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રણય વિજયવર્ગીય, પ્રાંત અધિકારી મોદી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ, તાલુકા પ્રમુખઓ તેમજ મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં દારૂના ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી:ત્રણ આરોપીઓને સુરત, વડોદરા, અમદાવાદની જેલમાં મોકલાયા
    Next Article
    India A vs Afghanistan A Live Score, Tri Series 2026: AFG 80/2 (Target 294 DLS) vs IND; Anukul Roy picks Khalid Taniwal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment