Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ સલામતી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક:હાઈવે પરથી અનધિકૃત દબાણો અને ગેરકાયદે કટ તાત્કાલિક દૂર કરવા કડક સૂચના

    11 hours ago

    મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેક્ટરે હાઈવે પરના અનધિકૃત દબાણોનો તાત્કાલિક સર્વે કરી તેને વહેલી તકે દૂર કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. હાઈવે પર ગેરકાયદે કટ બંધ કરવા સૂચના આ ઉપરાંત હાઈવે પર બિનઅધિકૃત રીતે પાર્ક કરવામાં આવતા ભારે વાહનોને કારણે સર્જાતી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને ગંભીરતાથી લઈને આવા વાહનો સામે કડક દંડનીય કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનવ્યવહારને વધુ સુરક્ષિત તેમજ સરળ બનાવવા માટે હાઈવે પર સ્થાનિક સ્તરે વાહનોની અવરજવર માટે ગેરકાયદે રીતે કરવામાં આવેલા કટ તાત્કાલિક બંધ કરી દેવાની સૂચના પણ આપવામાં આવી હતી. વિભાગો વચ્ચેના પરસ્પર સંકલન સાધવા પર ભાર મૂકાયો સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક આદેશોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ, આરટીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સાધીને સઘન કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લાના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનો રજૂ કરી મહત્વના નિર્ણયો લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં બે અપમૃત્યુના બનાવ:મચ્છુ ડેમમાં યુવાન ડૂબ્યો, દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
    Next Article
    નવસારીમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની કાર્યવાહી:આમડપોરના નગીન ઓડને ₹8 કરોડથી વધુનો દંડ, લીઝ વિસ્તાર સિવાયની ગૌચરની જમીન પર ખનન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment