Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બે અપમૃત્યુના બનાવ:મચ્છુ ડેમમાં યુવાન ડૂબ્યો, દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

    12 hours ago

    મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓના અપમૃત્યુ થતા શોકની લાગણી ફેલાઈ છે. એક બનાવમાં મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા 18 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બીજા બનાવમાં સનાળા રોડ પર પોતાની દુકાને બેઠેલા 65 વર્ષીય વૃદ્ધનું અચાનક હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. બંને બનાવોની જાણ થતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મચ્છુ ડેમમાં 18 વર્ષનોયુવાન ડૂબ્યો પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ભડીયાદ રોડ પર આવેલી જવાહર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય કેતન રઘુભાઈ જોગડીયા બપોરે અંદાજે 2:30 વાગ્યે મકનસર ગામ નજીક આવેલા મચ્છુ ડેમમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે તેઓ અકસ્માતે ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રની મદદથી તેમના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાર્ટ એટેકથી 65 વર્ષીય વૃદ્ધનું મોત બીજી તરફ, રવાપર ગામ નજીક ફ્લોરા-158માં રહેતા 65 વર્ષીય પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ બરાસરા સનાળા રોડ પર છોટાલાલ પેટ્રોલ પંપ સામે આવેલી પોતાની મહાદેવ નમકીનની દુકાને બેઠા હતા. તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો અને આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-જેતપુર સિક્સલેનના કામથી અઢી લાખ વાહન ચાલકોને હાલાકી:ટ્રાફિક જામ પોઇન્ટ ઓળખી પોલીસને ફરજ સોંપવા અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવાની માંગ
    Next Article
    માર્ગ સલામતી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક:હાઈવે પરથી અનધિકૃત દબાણો અને ગેરકાયદે કટ તાત્કાલિક દૂર કરવા કડક સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment