Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-જેતપુર સિક્સલેનના કામથી અઢી લાખ વાહન ચાલકોને હાલાકી:ટ્રાફિક જામ પોઇન્ટ ઓળખી પોલીસને ફરજ સોંપવા અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવાની માંગ

    17 hours ago

    સૌરાષ્ટ્રની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન ગણાતો રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે વાહનચાલકો માટે મોટી આફત સમાન બની રહ્યો છે. ટેન્ડરની મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ હાઈવેનું નિર્માણકાર્ય હજુ અધૂરું છે. આ માર્ગ પર કોરાટ ચોક પાસે નવો એલિવેટેડ ઓવરપાસ મંજૂર થતાં હવે આ સમગ્ર પ્રોજેક્ટ જૂન-2027માં પૂર્ણ થશે, જેના કારણે પ્રોજેક્ટનો ખર્ચ 1200 કરોડથી વધીને 1500 કરોડ પર પહોંચી ગયો છે. જોકે, હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે અહીંથી પસાર થતાં દૈનિક અઢી લાખથી વધુ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી ન પડે તે માટે પ્રિ-મોન્સૂન કામગીરી તાકીદે હાથ ધરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ગત વર્ષના કડવા અનુભવ પરથી કોંગ્રેસે 10 માગણીઓ રજૂ કરી પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, રાજકોટ-જેતપુર હાઈવે સમગ્ર સૌરાષ્ટ્રનો અત્યંત મહત્વનો ધોરીમાર્ગ છે, જેના પર રોજિંદા હજારો વાહનો, ઔદ્યોગિક પરિવહન, પ્રવાસન અને સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. ગત વર્ષના ચોમાસાના કડવા અનુભવો, કલાકો સુધી લાગતા ટ્રાફિક જામ અને માર્ગની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મુખ્ય 10 માંગણીઓ રજૂ કરી છે. આ માંગણીઓમાં ટ્રાફિક જામ થતો હોય એવા પોઈન્ટ્સની ઓળખ કરી ત્યાં પોલીસ તૈનાત કરવા, તમામ સર્વિસ રોડનું પેચવર્ક અને મજબૂત સમારકામ કરવા, તેમજ અકસ્માત કે જામની સ્થિતિમાં વાહનચાલકો સંપર્ક કરી શકે તે માટે તાત્કાલિક 'ટોલ-ફ્રી હેલ્પલાઈન' નંબર જાહેર કરવાની માંગ મુખ્ય છે. આ ઉપરાંત, રજૂઆતમાં રોડ સેફ્ટીના નિયમો મુજબ ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ રિફ્લેક્ટિવ સાઈનબોર્ડ, બેરિકેડિંગ અને કૅટ આઈ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું મેડિકલ હબ હોવાથી ગંભીર દર્દીઓને લાવતી એમ્બ્યુલન્સો માટે હાઈવે પર 'ગ્રીન કોરિડોર' જેવી વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા ઊભી કરવા વિનંતી કરાઈ છે. કોંગ્રેસ દ્વારા મુખ્ય 10 માંગણીઓ કરવામાં આવી ટ્રાફિક જામ પોઈન્ટની ઓળખ અને તાત્કાલિક નિરાકરણ: રાજકોટ-જેતપુર હાઈવે પર જ્યાં જ્યાં વારંવાર ટ્રાફિક ચક્કાજામ સર્જાય છે તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું તકનીકી સર્વેક્ષણ કરીને ચોમાસા પૂર્વે કાયમી અથવા અસરકારક કામચલાઉ ઉકેલ લાવવામાં આવે. સર્વિસ રોડનું મજબૂત સમારકામ: જ્યાં ઓવરબ્રિજ, અંડરપાસ અથવા અન્ય બાંધકામ કામગીરી ચાલી રહ્યા હોય અને વાહન વ્યવહાર સર્વિસ રોડ પરથી પસાર થતો હોય ત્યાં તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મેટલિંગ, પેચવર્ક, પાણી નિકાલ અને મજબૂત સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. માર્ગ પરની અન્ય ખામીઓનું નિવારણ: ખાડા, ધૂળ, પાણી ભરાવાની સમસ્યા, ડાયવર્ઝન સ્થળોની દયનીય સ્થિતિ, અધૂરા ડ્રેનેજ કામો તથા ટ્રાફિક અને માર્ગ સલામતીને અસર કરતી તમામ ખામીઓ દૂર કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપવામાં આવે. અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવી: પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાઈ વેના અલગ-અલગ કિલોમીટર વિભાગો માટે NHAIના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર પાસેથી ગુણવત્તાસભર કામગીરી લેવામાં આવે તથા જવાબદારી નિશ્ચિત કરવામાં આવે. ઈંધણનો બગાડ અને આર્થિક નુકસાન અટકાવવું: ટ્રાફિક ચક્કાજામના કારણે દરરોજ હજારો લિટર ઇંધણનો બિનજરૂરી વેડફાટ થાય છે તેમજ વાહનચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તેથી સરળ ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવામાં આવે. ટ્રાફિક ફરિયાદ માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન: હાઈવે પર ટ્રાફિક જામ, અકસ્માત અથવા અન્ય સમસ્યાઓ અંગે વાહનચાલકો તાત્કાલિક જાણ કરી શકે તે માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે તથા તેના બેનર અને સાઈનબોર્ડ હાઈ વે પર મુખ્ય સ્થળોએ લગાવવામાં આવે. રોડ સેફ્ટી અને સૂચક ચિહ્નોની વ્યવસ્થા: NHAIના નિયમો મુજબ તમામ ડાયવર્ઝન, જોખમી સ્થળો અને બાંધકામ વિસ્તારોમાં રિફ્લેક્ટિવ સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, ડેન્જર માર્કિંગ, કૅટ આઈ, બેરિકેડિંગ અને અન્ય તમામ માર્ગ સલામતીના સાધનો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવે. ગત વર્ષના ટ્રાફિક જામના સ્થળોએ વિશેષ આયોજન: ગયા ચોમાસા દરમિયાન જ્યાં કલાકો સુધી ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની સમીક્ષા કરી જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કરીને કાયમી અથવા અસ્થાયી ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવે. એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા: રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્ય ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર હોવાથી અનેક ગંભીર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ આ માર્ગ પરથી પસાર થાય છે. ટ્રાફિક જામને કારણે દર્દીઓના જીવન પર ગંભીર અસર થાય છે. તેથી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર પ્રકારની વ્યવસ્થા તથા ટ્રાફિક મેનેજમેન્ટના વિશેષ પગલાં હાથ ધરવામાં આવે. ટોલ પ્લાઝા પર NHAIના નિયમોનો કડક અમલ: હાઇ વે પર આવેલા બંને ટોલ પ્લાઝાના સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે NHAIના નિયમો મુજબ વાહનોની કતાર અથવા રાહ જોવાનો સમય નિર્ધારિત મર્યાદાથી વધુ થાય તો ટોલ લેન તાત્કાલિક ખુલ્લી મૂકી વાહન વ્યવહાર સરળ બનાવવામાં આવે. ગત વર્ષે ટોલ પ્લાઝા પર સર્જાયેલી ટ્રાફિક સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. બીજી તરફ, આ ગંભીર મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, હાઈવે પર પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે રોડના સમારકામ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેના પ્રયાસો અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવેની ટીમો તૈનાત કરવામાં આવી છે અને વરસાદ દરમિયાન પાણીના ભરાવાની સ્થિતિમાં ક્રેન અને પંપિંગ દ્વારા નિકાલ કરાશે. કલેક્ટરે ઉમેર્યું કે, હાઈ-વેની કામગીરી અત્યાર સુધીમાં 70 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે અને કોરાટ ચોક પાસેની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વધારાની લેન ઊભી કરવાનું આયોજન ચાલી રહ્યું છે. બ્રિજ નિર્માણની વર્તમાન સ્થિતિ: એક નજરે હાઈવે પ્રોજેક્ટની પ્રગતિ અંગેના સત્તાવાર આંકડા નીચે મુજબ છે:
    Click here to Read More
    Previous Article
    'કોર્પોરેશન હાય હાય'નાં નારા લાગ્યા:રાજકોટનાં ચુડાસમા પ્લોટ અને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે દુષિત પાણીનું વિતરણ થતા સ્થાનિકોમાં રોષ, કહ્યું- મત લેવા આવે છે પછી કોઈ દેખાતું નથી
    Next Article
    મોરબીમાં બે અપમૃત્યુના બનાવ:મચ્છુ ડેમમાં યુવાન ડૂબ્યો, દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment