Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોર્પોરેશન હાય હાય'નાં નારા લાગ્યા:રાજકોટનાં ચુડાસમા પ્લોટ અને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે દુષિત પાણીનું વિતરણ થતા સ્થાનિકોમાં રોષ, કહ્યું- મત લેવા આવે છે પછી કોઈ દેખાતું નથી

    15 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા શહેરના 18 વોર્ડના વિસ્તારોમાં કરવામાં આવતું પાણી દુષિત અને દુર્ગંધયુક્ત હોવાની વ્યાપક ફરિયાદો આવી રહી છે. ગત સપ્તાહે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં પણ મેયર સહિતના પદાધિકારીઓએ શહેરીજનોને નિયમિત 20 મિનિટ પુરા દબાણથી અને શુધ્ધ પાણી મળી રહે તેવી કામગીરી કરવા અધિકારીઓને સુચના આપી હતી. છતાં પણ તંત્ર સુધરવાનુ નામ લેતું ન હોય તેમ આજે શહેરમાં વધારે બે સ્થળોએ દુષિત પાણી મળતું હોવાની ફરિયાદ સાથે મહિલાઓએ કોર્પોરેશન હાય હાય'નાં નારા લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, નેતાઓ માત્ર મત લેવા આવે છે પછી કોઈ દેખાતું નથી. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળનાં ધરમનગરમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ સાથે આજે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યા હોવાનુ અને ગંદુ અને બેક્ટેરિયાવાળું પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો માંદા પડી રહ્યા છે. સમગ્ર મામલે મેયર સહિતના પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. નેતાઓ મત માગવા આવ્યા હતા પણ હાલ દુષિત પાણી મુદ્દે કોઇ ફરકતું ન હોય વેચાતું પાણી લેવું પડતું હોવાનું મહિલાઓએ કહ્યું હતું. આ વિસ્તારમાં રહેતા મહિલા નિધિ જોશીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા નિયમિતપણે વેરા વસૂલવામાં આવે છે, તેમ છતાં પણ વિસ્તારમાં પીવા માટે અત્યંત ગંદુ અને દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેને કારણે અમારે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ચૂંટણીનાં સમયે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મતો માંગવા માટે આવે છે, પરંતુ જીત્યા પછી કોઈ લોકોની મુશ્કેલીઓ જોવા આવતું નથી. વધુમાં, નિધિ જોશીએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, દૂષિત પાણીના કારણે ઘરના સભ્યો બીમાર પડી રહ્યા છે. એક મહિલા તરીકે ઘર ચલાવતી વખતે રસોઈ, કપડાં ધોવા અને અન્ય વપરાશ માટે ચોખ્ખું પાણી ખૂબ જ જરૂરી હોય છે. આ ગંદા પાણીનો ઉપયોગ કરવાથી શરીરમાં એલર્જી અને અન્ય બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાનો વહેલી તકે કાયમી નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં તમામ મહિલાઓ અને સ્થાનિક રહીશો ભેગા મળીને કોર્પોરેશન સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નંબર 2માં આમ્રપાલી અંડરબ્રીજ પાસેનાં ચુડાસમા પ્લોટ શેરી નંબર 4માં લાંબા સમયથી પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. જેનું કાયમી નિરાકરણ આજ દિવસ સુધી થયુંં નથી. દર બે કે ત્રણ મહિને 15 થી 20 દિવસ સુધી ગટરનું પાણી નળની લાઇનમાં ભળી જાય છે. નાગરિકોને આવું દુર્ગંધયુક્ત પાણી વપરાશમાં લેવાની ફરજ પડે છે. વાસણ, કપડાં અને નહાવામાં પણ આ ગટરનું જ પાણી વાપરવાથી લતાવાસીઓને બીમારીનો ભોગ બનવું પડે છે. મનપાને ફરિયાદ કરવા છત્તા કોઈ રીપેરીંગ કરવા આવતું નથી અને 20 દિવસ પછી આપમેળે જ પાણી ચોખ્ખું થઈ જાય છે ! હાલ છેલ્લા 18 દિવસથી પાણી દુષિત મળતું હોય આ અંગે ફરિયાદ કરતા તંત્રએ છેલ્લા 3 દિવસથી રીપેરીંગ શરૂ ર્ક્યું છે. પણ હજુ ફોલ્ટ મળ્યો નથી. ત્યારે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેયરના વોર્ડ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થયાનું ખુદ તંત્રએ સ્વીકાર્યું હતું. અને જરૂરી રીપેરીંગ પૂર્ણ થયાનો દાવો મેયર ડો. નેહલ શુક્લએ કર્યો હતો. જોકે હવે બાકીના વિસ્તારોમાંથી પણ એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે. પીવાનું પાણી જીવન પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે. અને તે સ્વાસ્થ્યને સીધી અસર કરે છે જેની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી સરકારના સફળ 12 વર્ષની ઉજવણી:નર્મદામાં ‘પ્રગતિપથ યાત્રા’;રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ બિરસા મુંડા યુનિવર્સિટીથી પ્રારંભ કરાવ્યો
    Next Article
    રાજકોટ-જેતપુર સિક્સલેનના કામથી અઢી લાખ વાહન ચાલકોને હાલાકી:ટ્રાફિક જામ પોઇન્ટ ઓળખી પોલીસને ફરજ સોંપવા અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment