Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી સરકારના સફળ 12 વર્ષની ઉજવણી:નર્મદામાં ‘પ્રગતિપથ યાત્રા’;રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ બિરસા મુંડા યુનિવર્સિટીથી પ્રારંભ કરાવ્યો

    17 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં જનજાગૃતિ અને જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આ યાત્રા બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, જીતનગર, રાજપીપલા ખાતેથી મંત્રીના હસ્તે શરૂ થશે. યાત્રા દરમિયાન નર્મદા જિલ્લાના વિકાસ, પર્યટન, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના પ્રતિકરૂપ વિવિધ મહત્ત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવામાં આવશે. ‘પ્રગતિપથ યાત્રા’ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીથી પ્રસ્થાન કરાવાવમાં આવ્યું હતું. હવે આ યાત્રા સરદાર સરોવર ડેમ, જંગલ સફારી પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વ વન, વેલી ઓફ ફ્લાવર, મિયાવાકી ફોરેસ્ટ, આરોગ્ય વન, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, એકતા નર્સરી, વામન વૃક્ષ વાટિકા અને કેક્ટસ ગાર્ડન જેવા સ્થળોએથી પસાર થશે. આ યાત્રાની પૂર્ણાહુતિ રાજપીપલાના ધાબા ગ્રાઉન્ડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સહભાગી બનશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ તથા ‘વિકસિત ભારત’ ના સંકલ્પ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને આ ‘પ્રગતિપથ યાત્રા’માં જોડાઈ વિકાસયાત્રાના સાક્ષી બનવા તથા જનજાગૃતિના આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશમાં ભાજપે ત્રણેય રાજ્યસભા બેઠકો બિનહરીફ જીતી:કોંગ્રેસ ઉમેદવાર નટરાજનના રદ થયેલા ઉમેદવારીપત્ર પર ચૂંટણી પંચ મૌન, કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
    Next Article
    'કોર્પોરેશન હાય હાય'નાં નારા લાગ્યા:રાજકોટનાં ચુડાસમા પ્લોટ અને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે દુષિત પાણીનું વિતરણ થતા સ્થાનિકોમાં રોષ, કહ્યું- મત લેવા આવે છે પછી કોઈ દેખાતું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment