Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની કાર્યવાહી:આમડપોરના નગીન ઓડને ₹8 કરોડથી વધુનો દંડ, લીઝ વિસ્તાર સિવાયની ગૌચરની જમીન પર ખનન

    9 hours ago

    નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરતા માફિયાઓ સામે ભૂસ્તર વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચેલી ઓનલાઈન ફરિયાદ બાદ તંત્ર સક્રિય બન્યું હતું. જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેનાથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના આમડપોર ગામે નગીન ઓડ નામના વ્યક્તિ દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને લીઝ વિસ્તાર સિવાયની ગૌચરની જમીન પર મોટા પાયે ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું. આ મામલે જાગૃત ગ્રામજનોએ સીધા મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નવસારી પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પર દરોડો પાડતા આ ગેરકાયદે ખનનનું કૌભાંડ સામે આવ્યું હતું. દરોડા બાદ ભૂસ્તર વિભાગ અને DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર)ની ટીમે સંયુક્ત રીતે સ્થળ માપણી અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. આ તપાસના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં જણાયું કે નગીન ઓડે ગૌચરની જમીનમાંથી અંદાજે 3 લાખ મેટ્રિક ટન માટી-રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કર્યું હતું. આ ગંભીર ગેરરીતિ બદલ ભૂસ્તર વિભાગે નગીન ઓડને ₹8 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, આમડપોર ગામની મૂળ લીઝને પણ કાયમ માટે રદ્દ કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના કડક આદેશ બાદ માત્ર આમડપોર જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય બે વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પણ મોટી ગેરરીતિઓ સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ સલામતી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક:હાઈવે પરથી અનધિકૃત દબાણો અને ગેરકાયદે કટ તાત્કાલિક દૂર કરવા કડક સૂચના
    Next Article
    Surat Ghost Demolition News | સુરતના નાસીરનગર વિસ્તારમાં ડિમોલેશનનો મામલો ગરમાયો | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment