Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજલ મહેરિયાના છૂટાછેડાની નકલી અરજી કોર્ટમાં કોણે કરી?:ચાલુ સુનાવણીમાં બે શંકાસ્પદને ફોન લગાવ્યા; એફિડેવિટમાં નામ છે એ વકીલે કહ્યું, સિંગરને નથી ઓળખતો

    1 day ago

    ગુજરાતની લોકપ્રિય સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ભારે ચર્ચામાં આવી છે. કારણ કે તેના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી, જ્યારે આ વાતનો ભાંડો ફૂટ્યો. આવા અચાનક બનેલા ઘટનાક્રમથી કાજલ મહેરિયા અને તેના પતિ પણ સ્તબ્ધ છે. કારણ કે થોડા મહિનાઓ પહેલાં જ કાજલે આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોવાથી બન્નેના પરિવારજનોએ પણ વાંધો ઉઠાવ્યો હતો અને સામાજિક આગેવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો હતો. હવે, કાજલ મહેરિયા વતી ફેમિલી કોર્ટમાં કોણે છૂટાછેડાની અરજી કરી છે તેને લઇને પણ મોટું રહસ્ય સર્જાયું છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ બાબતે ઇન્વેસ્ટિગેશન કર્યું તો શોકિંગ ઘટનાક્રમ સામે આવ્યો. દિવ્ય ભાસ્કર પાસે ઘણા રહસ્ય ઉભા કરતી અરજી છે, એટલું જ નહીં, કોર્ટમાં 10 જૂનના રોજ જ્યારે સુનાવણી થઈ ત્યારે રિપોર્ટર ત્યાં હાજર હતા. જ્યારે જજે સુનાવણી દરમિયાન અરજદારના વકીલ બાબતે સવાલ કર્યો ત્યારે રિપોર્ટરની નજર સામે જ આશ્ચર્યજન ઘટનાક્રમ સર્જાયો. સૌથી પહેલાં વાંચો, કાજલ મહેરિયાના નામે થયેલી અરજીમાં શું લખ્યું છે મહેસાણાની ફેમિલી કોર્ટમાં થયેલી અરજીમાં કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરનો ફોટો લગાવેલો છે. તેમના નામે થયેલી ભેદી અરજીમાં કેટલીક ચોંકાવનારી વાતો લખી છે. અરજીમાં લખ્યું છે કે 1 મે, 2024ના રોજ મહેસાણામાં હિન્દુ શાસ્ત્રોકવિધિ પ્રમાણે અમારા લગ્ન થયા હતા. જો કે ભૂતકાળમાં કાજલ મહેરિયાએ જાહેર કરેલા મેરેજ સર્ટિફિકેટ પ્રમાણે તેના લગ્ન 10 ઓક્ટોબર, 2025ના રોજ થયા હતા. કાજલ 12 મહિનાથી પિયરમાં હોવાનો અરજીમાં દાવો અરજીમાં આગળ લખ્યું છે, અમારી વચ્ચે મનમેળ નથી, ભવિષ્યમાં લગ્નજીવન સુખેથી જાય એમ લાગતું નથી. અમારા બન્નેના સગા સંબંધીઓએ લગ્નજીવન ટકાવી રાખવા માટે તમામ પ્રકારના પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા છે. અમારા વચ્ચે સમાધાન થવાની કોઈ જ શક્યતા નથી. વળી, કાજલ મહેરિયા છેલ્લા 12 મહિના કરતા વધુ સમયથી પોતાના પિયરમાં રહેતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. નકલી અરજી કોર્ટમાં સુનાવણી સુધી પહોંચી ગઈ જો કે ચોંકાવનારી વાત એ છે કે આ છૂટાછેડાની અરજી ખુદ કાજલ મહેરિયા કે તેના પતિએ કરી જ નથી. કોઈ અજાણ્યા ભેજાબાજ વ્યક્તિ દ્વારા કોર્ટમાં આવી અરજી આપી દેવામાં આવી હતી. કાજલના નામે થયેલી આ ફેક અરજી કોર્ટના બોર્ડ પર આગળની સુનાવણી સુધી પણ પહોંચી ગઈ. દિવ્ય ભાસ્કર રિપોર્ટરની નજર સામે ગજબનાક ઘટનાક્રમ બન્યો મહેસાણાની ફેમિલી કોર્ટમાં બુધવારે (10 જૂન) આશ્ચર્યજનક ઘટનાક્રમ સર્જાયો. આ સમયે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર પણ હાજર હતા. કોર્ટમાં સુનાવણી હોવાથી કાજલ મહેરિયાની વકીલ પહોંચી ગયા હતા. જ્યારે સુનાવણી શરૂ થઈ જ્યારે ફેમિલી કોર્ટના જજે અરજદાર વકીલ કોણ છે એ બાબતે સવાલ કર્યો હતો. ત્યારે કાજલના વકીલે પણ દલીલ કરી કે અમને પણ ખબર નથી કે કાજલ મહેરિયા વતી છૂટાછેડાની અરજી કોણે કરી છે. સુનાવણી દરમિયાન જ કોર્ટના કહેવાથી વકીલોને ફોન કરવામાં આવ્યા કોર્ટમાં થયેલી અરજીમાં અરજદારના વકીલ તરીકે જે.સી.મોદીનું નામ હતું. એટલે કોર્ટના કહેવાથી જે.સી.મોદીને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે જે.સી.મોદી અમદાવાદની એક કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને તેમણે મહેસાણાની કોર્ટનું કામકાજ તેમના વતી રાજેશ સોની નામના કોઈ વકીલ સંભળતા હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં અમદાવાદમાં બેઠાં-બેઠાં જે.સી.મોદીએ મહેસાણાના વકીલ રાજેશ સોનીનો મોબાઇલ નંબર પણ આપ્યો. પરંતુ ત્યાર બાદ જે ઘટના બની તે ઘણા સવાલો ઉભા કરે એમ છે. જે.સી.મોદીએ આપેલા મોબાઇલ નંબર પર કોલ કરીને કોર્ટના આદેશ પર વકીલ રાજેશ સોનીને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. જો કે રાજેશ સોનીએ આવીને કોર્ટ સમક્ષ દાવો કર્યો કે હું કાજલ મહેરિયાને ઓળખતો નથી અને છૂટાછેડાની અરજી કરવામાં મારો કોઈ જ રોલ નથી. રજીસ્ટ્રાર પણ રજા પર ઉતરી ગયા કાજલ મહેરિયાના વકીલે કોર્ટ સમક્ષ દલિલ કરી કે આ પ્રકરણમાં સૌથી પહેલાં અરજી કોર્ટ રજીસ્ટ્રાર સમક્ષ આવી હતી, એટલે આ મુદ્દે તપાસ કરવા ઓર્ડર આપવામાં આવે, જો કે કોર્ટ આ દલિલ ગ્રાહ્ય રાખી ન હતી. નોંધવા જેવી વાત એ પણ છે કે મહેસાણાની કોર્ટના આ રજીસ્ટ્રાર પણ બે દિવસથી રજા પર ઉતરી ગયા છે. એટલે રહસ્ય વધુ ઘેરાયું છે. કોર્ટની સુનાવણી પૂરી થયા બાદ દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે અમદાવાદના વકીલ અને ઓનરેકોર્ડ અરજીમાં જેમનું નામ બોલે છે એ જે.સી.મોદી સાથે ફોન પર વાત કરી હતી. જે.સી.મોદીએ પોતાનો પક્ષ મૂકતા કહ્યું, મને આ બાબતે કોઈ ખબર નથી, તેના પર મારી સહી પણ નથી. હું કાજલબેનને ઓળખતો નથી અને એ મને નથી ઓળખતા, તેમણે મને કોઈ ફી પણ નથી આપી. કાગળ પર જે (સનદ) નંબર લખ્યો છે એ મારો છે. આટલી વાતચીત થયા પછી શંકાની સોય જે.સી.મોદીએ આપેલા નંબર બાદ કોર્ટમાં હાજર થયેલા રાજેશ સોની પર જ જઈ અટકી. રાજેશ સોની ઓન રેકોર્ડ કાંઈ જ બોલવા તૈયાર ન થયા એટલે તેમનું સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું. જેમાં રાજેશ સોનીએ કહ્યું, હું જે.સી.મોદીને ઓળખતો નથી, તેમને મળ્યો નથી તો પછી તેમનો ચોપડો મારી પાસે કેવી રીતે આવે? હું લવમેરેજ અને લીવ ઇન રિલેશનશિપના કામના કાયદાકીય કામ કરું છું. આ ગંભીર મામલો જ્યારે કોર્ટ સમક્ષ આવ્યો અને સત્ય બહાર આવ્યું ત્યારે કોર્ટે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટ દ્વારા આ નકલી અરજી પર વધુ સુનાવણી હાથ ધરીને તેને ઓર્ડર સાથે રદબાતલ કરી દેવામાં આવી છે. એટલે કે, કાજલ અને તેના પતિ વચ્ચે કોઈ જ વિવાદ નથી અને તેઓ સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે. કાજલ મહેરિયા પહોંચી પોલીસ સ્ટેશન પણ FIR ન થઈ પોતાના નામે આટલું મોટું કાવતરું થતાં જ સિંગર કાજલ મહેરિયા એક્શન મોડમાં આવી ગઈ હતી. તે તાત્કાલિક મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવવા માટે દોડી ગઈ હતી. કાજલ મહેરિયા આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી ઈચ્છે છે. જો કે, આ મામલે અત્યારે એક કાયદાકીય પેચ ફસાયો છે. પોલીસે સિંગરની અરજી સ્વીકારીને તપાસ તો શરૂ કરી દીધી છે, પરંતુ ગુનો દાખલ કરવા અંગે પોલીસે જણાવ્યું કે આ સમગ્ર ઘટના કોર્ટ પરિસરની અંદર બની છે. દસ્તાવેજો સાથે છેડછાડ કે ખોટી અરજીનો મામલો હોવાથી, જો કોર્ટ પોતે આ અંગે ઓર્ડર કરે તો પોલીસ તાત્કાલિક સત્તાવાર FIR નોંધીને આરોપીની ધરપકડ કરી શકે છે. પરિવારના લોકોએ જ કાજલના લગ્નનો વાંધો ઉઠાવતા સનસની મચી હતી કાજલ મહેરિયા ઉર્ફે કિંજલબેન મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ આમ તો છેલ્લા આઠ-દસ મહિનાઓથી ચાલી રહ્યો છે. કાજલે અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે લગ્ન કરી લેતા સોશિયલ મીડિયાથી લઈને પોલીસ સ્ટેશન સુધી મોટો ડ્રામા સર્જાયો હતો. મેરેજ સર્ટિફિકેટ અનુસાર, કાજલ અને અલ્પેશના લગ્ન 10 ઓક્ટોબર, 2025ના રોજ થઈ ચૂક્યા હતા. કાજલે મહેરિયાએ પણ બાદમાં એક વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે તેણે અલ્પેશ સાથેના પોતાના દોઢ વર્ષના પ્રેમ સંબંધની જાણ પરિવારને કરી હતી. જો કે, પરિવારે આ સંબંધને મંજૂરી ન આપતા આખરે તેણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને આ પગલું ભરવું પડ્યું હતું. મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો હતો અને કાજલના ભાઈ સંદિપભાઈ મહેરિયાએ સોશિયલ મીડિયા પર એક જાહેર પોસ્ટ મૂકીને સમાજના આગેવાનો પાસે મદદ માંગી હતી, જેને પગલે આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે ગાડીઓનો કાફલો સેરથા ગામે પહોંચ્યો સોશિયલ મીડિયા પર ભાઈની અપીલ બાદ 19 એપ્રિલના રોજ આ મામલો વધુ બિચક્યો હતો. કાજલના માતા શારદાબેન, તેમનો પરિવાર અને મહેરિયા સમાજના આશરે 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને ગાંધીનગરના સેરથા ગામે અલ્પેશના ઘરે કાજલને પરત લેવા પહોંચ્યા હતા. કાજલના માતાએ આક્ષેપ કર્યો હતો કે તેઓ દીકરીને લેવા ગયા ત્યારે સામે પક્ષના પરિવારે તેમને ઉશ્કેરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા. બીજી તરફ, અલ્પેશના ભાઈ રાહુલે દાવો કર્યો હતો કે 20-25 લોકો આવ્યા હતા અને છોકરી ભલે મરી જતી તેમ કહીને છોકરાને પાછો વાળી લેવા ધમકાવતા હતા, જે અંગે તેમણે પણ ફરિયાદ નોંધાવી હતી. સમાજના લોકોએ વિરોધ કરતા પોલીસ બોલાવવી પડી હતી સેરથા ગામમાં મહેરિયા પરિવાર ઉમટી પડતા સર્જાયેલા તણાવને કારણે કાજલના પતિ અલ્પેશે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી, જેને પગલે અડાલજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ બંને પક્ષો અને સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પરિવારે કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ સમયે કાજલે પોલીસ સમક્ષ પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. અડાલજ પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું હતું કે પરિવારની રજૂઆતને પગલે કાજલે સર્ટિફિકેટ આપવાનું સ્વીકાર્યું હતું અને તે સમયે આ મામલે અન્ય કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હતી. આ તમામ લગ્ન વિવાદ વચ્ચે 21 એપ્રિલના રોજ લોકગાયિકા કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેણે આ વીડિયોના માધ્યમથી વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. સાથે જ સોશિયલ મીડિયા પર તેને ધમકી આપનારાઓ અને અભદ્ર કોમેન્ટ્સ કરનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કાજલે જણાવ્યું હતું કે, હવે તે આવા લોકોને કોઈ વળતો જવાબ નહીં આપે, પરંતુ ન્યાયતંત્ર દ્વારા તેમની સામે સીધી કાયદેસરની કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાં અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોત:ઓઈલ ટેન્કર પર તૈનાત હતા; આજે ઓમાન નજીક ભારતીય ક્રૂવાળા જહાજ 'જલવીર' પર હુમલો
    Next Article
    26 વર્ષથી પોલીસને હંફાવતો પ્રોહિબિશનનો આરોપી આખરે ઝડપાયો:વલ્લભીપુરના કલ્યાણપુર ચોકડી પાસેથી 75 વર્ષીય વૃદ્ધની ધરપકડ; પેરોલ ફર્લો સ્ક્વોડને મળી સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment