Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિમિયા બ્રિજ પર યુક્રેનના હુમલાથી પુતિન નારાજ:કહ્યું- દર્દનાક જવાબ આપીશું; એક અઠવાડિયામાં 3 વખત આ પુલ નિશાન બન્યો

    12 hours ago

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને ક્રિમિયા બ્રિજ પરના હુમલાનો બદલો લેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, રશિયાનો જવાબ યુક્રેનના હુમલા કરતાં ઘણો વધુ પીડાદાયક હશે. આ અઠવાડિયે યુક્રેને ત્રીજી વખત રશિયાને ક્રિમિયા સાથે જોડતા આ પુલને નિશાન બનાવ્યો છે. ચીનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક બાદ પુતિને એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે, પુલ પરના હુમલા પહેલાં તેઓ કેટલાક વિસ્તારોમાં યુદ્ધવિરામ કરવા અંગે વિચાર કરી રહ્યા હતા, પરંતુ હવે એવું નહીં થાય. પુતિને કહ્યું, "ક્રિમિયા બ્રિજ પરના હુમલા બાદ અમે વાતચીત નહીં કરીએ. અમે આ હુમલાઓનો જવાબ આપીશું. અમારો જવાબ કીવના હુમલા કરતાં ઘણો વધુ પીડાદાયક હશે." તેમણે દાવો કર્યો કે, આ પુલનો ઉપયોગ માત્ર સામાન્ય નાગરિકો જ કરે છે. યુક્રેને રસ્તા બાદ રેલવે બ્રિજને પણ નિશાન બનાવ્યો યુક્રેનની સેનાએ બુધવારે સવારે કેર્ચ બ્રિજના રસ્તાવાળા ભાગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટીને અઝોવ સમુદ્રમાં ખાબક્યો. આશરે 227 મીટર લાંબો ભાગ તૂટી ગયો. યુક્રેને આ હુમલામાં રૂટા ક્રૂઝ મિસાઇલો, પોતાની ક્રૂઝ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કર્યો. રસ્તાના બ્રિજ પર હુમલા બાદ યુક્રેને ક્રિમિયાને જોડતા રેલવે બ્રિજને પણ નિશાન બનાવ્યો. યુક્રેનિયન સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલામાં દેશમાં બનાવવામાં આવેલી નેપ્ચ્યૂન મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેન સેવાઓ રોકી દેવામાં આવી. પુતિનની બેઠક પહેલાં હુમલાનો સમય નક્કી કરવામાં આવ્યો ધ ગાર્ડિયન મુજબ યુક્રેનના સૈન્ય સૂત્રોનું કહેવું છે કે, પુલ પર હુમલાનો સમય જાણીજોઈને એવો રાખવામાં આવ્યો હતો, જેથી ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગ સાથેની બેઠક પહેલાં પુતિનને આંતરરાષ્ટ્રીય મંચ પર અસહજ સ્થિતિમાં મૂકી શકાય. યુક્રેનના એક સૈન્ય અધિકારીએ કહ્યું, ‘આ પુલ પુતિનના શાસનનું પ્રતીક છે. તેને નષ્ટ કરીને બાકીના બંને મોટા નેતાઓને સંદેશ આપવામાં આવ્યો છે કે, પુતિન એટલા શક્તિશાળી નથી, જેટલા તેઓ પોતાને દર્શાવે છે.’ હુમલા બાદ રશિયાએ નેધરલેન્ડ્સને ચેતવણી આપી રૂતા ક્રૂઝ મિસાઇલો નેધરલેન્ડ્સની કંપની ડેસ્ટિનસ બનાવે છે. મંગળવારે કેર્ચના રોડ બ્રિજ પર થયેલા હુમલામાં આ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાત સામે આવ્યા બાદ રશિયાએ નેધરલેન્ડ્સ પર સવાલો ઉઠાવ્યા. રશિયન દૂતાવાસે પૂછ્યું કે, શું નેધરલેન્ડ્સની સરકાર પણ યુક્રેન તરફથી રશિયા વિરુદ્ધના યુદ્ધમાં સામેલ છે? આ પછી યુક્રેનની રાજધાની કીવમાં અનેક વિસ્ફોટ થયા. અહેવાલો અનુસાર, રશિયાનું એક ડ્રોન નેધરલેન્ડ્સના દૂતાવાસ પાસે પડ્યું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, રશિયાએ દૂતાવાસને નિશાન બનાવીને હુમલો કર્યો હતો કે ડ્રોન સંજોગવશાત ત્યાં પડ્યું. નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી ટોમ બેરેન્ડસેને જણાવ્યું કે, દૂતાવાસની પાછળ એક વિસ્ફોટક વસ્તુ પડી હતી. તેમણે કહ્યું કે, ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા થઈ નથી, પરંતુ ઇમારતને થોડું નુકસાન થયું છે. અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. રશિયાએ ક્રિમિયા પર કબજા બાદ પુલ બનાવ્યો હતો લગભગ 3.6 અબજ ડોલરના ખર્ચે બનેલો કેર્ચ બ્રિજ રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યા બાદ બનાવડાવ્યો હતો. આ પુલ રશિયાને ક્રિમિયા સાથે જોડે છે. યુક્રેન તેને રશિયન કબજાના પ્રતીક તરીકે માને છે અને અગાઉ પણ તેના નિર્માણને ગેરકાયદેસર ગણાવી ચૂક્યું છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે, આ પુલ રશિયન સેના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેના દ્વારા દક્ષિણ વિસ્તારોમાં તૈનાત રશિયન સૈનિકો સુધી ઈંધણ, દારૂગોળો અને સૈન્ય ઉપકરણો પહોંચાડવામાં આવે છે. જોકે, પુતિને દાવો કર્યો છે કે, પુલનો ઉપયોગ માત્ર સામાન્ય નાગરિકો કરે છે. યુક્રેન આ પહેલાં પણ બે વખત આ પુલને ઉડાવવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. 2022માં ટ્રકમાં બોમ્બ મૂકીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2023માં દરિયાઈ ડ્રોનથી તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 2: India Eye Wickets After New Zealand's Stunning Recovery
    Next Article
    Mumbai Air Pollution Crisis: Court Signals Tougher Crackdown On Firecrackers

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment