Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 વર્ષથી પોલીસને હંફાવતો પ્રોહિબિશનનો આરોપી આખરે ઝડપાયો:વલ્લભીપુરના કલ્યાણપુર ચોકડી પાસેથી 75 વર્ષીય વૃદ્ધની ધરપકડ; પેરોલ ફર્લો સ્ક્વોડને મળી સફળતા

    18 hours ago

    ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 26 વર્ષથી કાયદાની પકડથી દૂર નાસતા ફરતા એક 75 વર્ષીય વૃદ્ધ આરોપીને વલ્લભીપુરની કલ્યાણપુર ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ માટે તેને વલ્લભીપુર પોલીસ મથકને સોંપી દીધો છે. પેટ્રોલિંગ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડને મળી હતી પાકી બાતમી બનાવની વિગત એવી છે કે, ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો આગામી દિવસોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નાસતાં-ફરતાં ગુનેગારોને પકડી પાડવા માટે ખાસ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સ્ટાફના જવાનોને ખાનગી બાતમીદારો પાસેથી એક મજબૂત હકીકત મળી હતી કે, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ દાખલ થયેલા દારૂના એક જૂના કેસમાં છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી વલ્લભીપુરની કલ્યાણપુર ચોકડી પાસે કોઈની રાહ જોઈને ઊભો છે. ઓળખ છુપાવવા આણંદમાં રહેવા જતો રહ્યો હતો, વતનમાં આવતાં જ દબોચાયો બાતમી મળતા જ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તાત્કાલિક કલ્યાણપુર ચોકડી ખાતે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી દલસુખ દેહુરભાઇ ગામેચા (હાલ ઉં.વ.75, મૂળ રહે. વલ્લભીપુર, જિલ્લો: ભાવનગર)ને આબાદ ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી દલસુખ ગામેચા વલ્લભીપુરમાં ગુનો આચર્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે પોતાનું ઘર છોડીને આણંદ જિલ્લાના વહેરાખાડી ગામે છૂપી રીતે રહેવા જતો રહ્યો હતો. તે છેલ્લા 26 વર્ષથી આણંદમાં રહીને પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યો હતો. જોકે, જૂન મહિનાના આ દિવસોમાં તે કોઈ અંગત કામે વલ્લભીપુર આવ્યો હોવાની બાતમી લીક થઈ ગઈ હતી. પેરોલ ફર્લો સ્ક્વોડે તેના વિરૂદ્ધ કાનૂની ડાયરી મુજબ ધોરણસરની કાર્યવાહી કરીને તેને વલ્લભીપુર પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે, જ્યાં સ્થાનિક પોલીસ હવે તેની જૂની હિસ્ટ્રી ખોલીને આગળની કાનૂની કાર્યવાહી ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાજલ મહેરિયાના છૂટાછેડાની નકલી અરજી કોર્ટમાં કોણે કરી?:ચાલુ સુનાવણીમાં બે શંકાસ્પદને ફોન લગાવ્યા; એફિડેવિટમાં નામ છે એ વકીલે કહ્યું, સિંગરને નથી ઓળખતો
    Next Article
    રાધનપુરના ગૌટીમ્બા ગામેથી 10.51 લાખનો દારૂ ઝડપાયો:પોલીસે રેઇડ પાડી બે વિરુદ્ધ ગુનો નોંધ્યો; આરોપીઓની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment