Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરના ગૌટીમ્બા ગામેથી 10.51 લાખનો દારૂ ઝડપાયો:પોલીસે રેઇડ પાડી બે વિરુદ્ધ ગુનો નોંધ્યો; આરોપીઓની શોધખોળ શરૂ

    17 hours ago

    રાધનપુરના ગૌટીમ્બા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી રૂ. 10.51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 4,179 નંગ દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગૌટીમ્બા ગામમાં હરેશભાઈ તેજાભાઈ નિરાશ્રિત ઠાકોરના ઘરે રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, આ મકાનમાંથી ગેરકાયદેસર પાસ કે પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં હરેશભાઈ તેજાભાઈ નિરાશ્રિત ઠાકોર અને જેવતભાઈ કાંતિભાઈ નિરાશ્રિત ઠાકોર (બંને રહેવાસી ગૌટીમ્બા, તા. રાધનપુર, જિ. પાટણ) નામના બે આરોપીઓ સંડોવાયેલા છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી રાધનપુર પોલીસે તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાધિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરી, એ.એસ.આઇ. સુનિલભાઈ હરીભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    26 વર્ષથી પોલીસને હંફાવતો પ્રોહિબિશનનો આરોપી આખરે ઝડપાયો:વલ્લભીપુરના કલ્યાણપુર ચોકડી પાસેથી 75 વર્ષીય વૃદ્ધની ધરપકડ; પેરોલ ફર્લો સ્ક્વોડને મળી સફળતા
    Next Article
    હેલ્મેટ વગરના વાહનચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી:એક મહિનામાં 1.88 લાખથી વધુ સામે કાર્યવાહી, ₹5.21 કરોડનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment